Weather Watch: આગામી દિવસોમાં ગુજરાતનાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પાડવાની આગાહી, જુઓ Video
મધ્યપ્રદેશ પર સર્જાયેલા લો પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેને કારણે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરની અસરથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ છે. લાંબા વિરામ બાદ વરસાદનું વરસતાં લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. આજની વાત કરીએ તો, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે.
આ પણ વાંચો : આજે મધ્ય ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના, જુઓ Video
વરસાદને લઈને મોટા સમાચાર. રાજ્યમાં 26 ટકા વધુ વરસાદ સાથે 94 ટકા વરસાદ રહ્યો. તો ઓગસ્ટ મહિનામાં 89 ટકા ઓછો વરસાદ રહ્યો. ઉત્તર ભારતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. અને તે જ વરસાદના કારણે મોટું નુકસાન પણ થઈ રહ્યું છે. ત્યાં બીજી તરફ ગુજરાતમાં વરસાદ નહિવત પડી રહ્યો છે. અને તેમાં પણ ઓગસ્ટ મહિનામાં તો 21 દિવસમાં 89% ઓછો વરસાદ પડ્યો છે. આ અમે નહીં પરંતુ હવામાન વિભાગે આપેલી માહિતી આધારે અમે કરી રહ્યા છે.
અમદાવાદ હવામાન વિભાગના અધિકારી ડો. મનોરમાં મોહંતીના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં આ સીઝનમાં 89% ઓછો વરસાદ પડ્યો છે. ઓગસ્ટ મહિનામાં જે વરસાદ 159 mm પડવો જોઈએ તેની સામે માત્ર 17 mm વરસાદ જ પડ્યો છે. એટલે કે 89% ઓછો વરસાદ ઓગસ્ટ મહિનામાં 21 ઓગસ્ટ સુધી નોંધાયો છે. જેની પાછળ વરસાદી સિસ્ટમ મજબૂત નહીં હોવાના કારણે વરસાદ ઓછો નોંધાયાનું અધિકારીએ જણાવ્યું. જો કે જૂન અને જુલાઈમાં પડેલો સારે અને ભારે વરસાદના કારણે ઓગસ્ટ મહિનાની સરભર થઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે. અને આ પ્રકારે ચાલુ સીઝનમાં વરસાદ લાંબો સમય ન પડવો તે પણ ઘણા સમય બાદ જોવા મળ્યાનું પણ મનાઈ રહ્યું છે.
આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 24 કલાક ગુજરાત રિજયન સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે. અને આવતી કાલે વરસાદનું જોર ઘટશે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલે હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગનું માનવું છે કે હાલ ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ છે. તેમજ વાદળછાયા વાતાવરણ કારણે ઠંડકનો અનુભવ પણ થઈ રહ્યો છે.
રાજ્યમાં 26 ટકા વધુ વરસાદ પણ કેટલાક જિલ્લામાં વરસાદની ઘટ.
ચાલુ સીઝનમાં સમગ્ર ગુજરાતની વાત કરીયે તો સરેરાશ કરતા 26 ટકા વધુ વરસાદ સાથે 94 ટકા વરસાદ નોંધાયો છે. જોકે નર્મદામાં 27 ટકા ઓછો, ખેડામાં 34 ટકા ઓછો, ગાંધીનગરમાં 20 ટકા ઓછો, દાહોદ માં 35 ટકા ઓછો જ્યારે વડોદરામાં 25 ટકા ઓછો વરસાદ રહ્યો છે