Ambalal Patel : ચેતવણી ! Cyclone Biporjoyને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો મોટા દાવો, જુઓ Video

Ambalal Patel : ચેતવણી ! Cyclone Biporjoyને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો મોટા દાવો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 6:44 PM

ગુજરાત પર મંડરાઇ રહેલા વાવાઝોડા સંકટને લઈ હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સાંજે વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે ટકરાશે તેવું જણાવ્યુ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સુધી વાવાઝોડાની અસર થશે તેવી પણ વાત તેમણે કરી છે.

Ambalal Patel : ગુજરાતના દરિયા કિનારે તોફાની આફત મંડરાઇ રહી છે. ત્યારે દરિયામાં ઉછળી રહેલા ઊંચા મોજાને કારણે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જેની વચ્ચે વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો મોટા દાવો સામે આવ્યો છે. આવતીકાલે સાંજે વાવાઝોડું (Cyclone Biporjoy) રાજ્યના દરિયાકાંઠે ટકરાશે તેવું હવામાન એક્સપર્ટ અંબાલાલ દ્વારા જણાવવામાં આવું છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સુધી વાવાઝોડાની અસર થશે તેવી વાત તેમણે કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. ધીમી ગતિએ આગળ વધતું વાવાઝોડું ભીષણ સ્વરૂપ ધારણ કરશે મહત્વનુ છે કે અંબાલાલા પટેલ અનુસાર વાવાઝોડાની અસરો 18 જૂન સુધી ગુજરાતમાં જોવા મળશે

બીજી તરફ બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે. તો દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયો જાણે ગાંડોતૂર બન્યો હોય તેવી સ્થિતિ ઊભી થીય છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાં કરંટને કારણે ગોમતીઘાટ પર તોતિંગ મોજા ઉછળી રહ્યા છે.

આ પણ વાંચો :દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા થઇ ક્ષતિગ્રસ્ત, તેજ પવનના કારણે ધ્વજાને નુકસાન

તો પોરબંદરનો દરિયો પણ ગાંડો બન્યો છે. આ તરફ ઓખાના દરિયામાં ભારે કરંટ દેખાતા કાંઠા વિસ્તારોમા સતત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સાથે જ કાંઠા વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તો કચ્છના માંડવીના દરિયામાં પણ ઉંચા-ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડાના પગલે ગુજરાતનો દરિયો તોફાની બન્યો છે. ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત પર વાવાઝોડાનો ખતરો યથાવત છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">