Ambalal Patel: ચક્રાવાત Biparjoy ગુજરાતમાં ટકરાવાનું છે ત્યારે, અંબાલાલ પટેલ શું કહે છે, જુઓ Video
Ambalal patel: હાલમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે તેવી સંભાવના છે, જેની વચ્ચે વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર માટે આ વાવાઝોડું ચિંતાનો વિષય છે.
Ambalal patel: વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી (Cyclone Biparjoy) સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર માટે ચિંતાનો વિષય આ વાવાઝોડુ છે. ઓખા, દ્વારકા, માંગરોળમાં વાવઝોડાની વધુ અસર વર્તાશે. દક્ષિણ સૌરાષ્ટ્રના વેરાવળ, ગીર, અમરેલી, ભાવનગરમાં આ વાવાઝોડાની અસર જોવા મળશે. મહત્વનું છે કે દક્ષિણ ગજરાતમાં વલસાડ, નવસારીના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.
આ પણ વાંચો : અમદાવાદના વાતાવરણમાં પલટો, શહેરના પૂર્વીય વિસ્તારોમાં વરસ્યો વરસાદ
અંબાલાલા પટેલે વાવાઝોડાને લઈ 12 જૂનથી 16 જૂનમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. દરિયાકિનારે આ વાવાઝોડું અસર કરશે જ પરંતુ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી શક્યતા જણાઈ રહી છે. વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝોડાની અસર થશે. મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. જેમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડું વધુ મજબૂત બન્યું હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યુ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો