AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા થઇ ક્ષતિગ્રસ્ત, તેજ પવનના કારણે ધ્વજાને નુકસાન

શિખર પર લહેરાતી ધ્વજા ખંડિત થઇ છે. તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર પર ધ્વજા ચઢી નથી. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોય શકે છે.

Breaking News : દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા થઇ ક્ષતિગ્રસ્ત, તેજ પવનના કારણે ધ્વજાને નુકસાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 12:50 PM
Share

Dwarka : દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ હોવાની માહિતી સામે આવી છે. શિખર પર લહેરાતી ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ (flag damaged ) છે. હાલમાં બિપરજોય વાવાઝોડાના સંકટના પગલે ખૂબ જ તેજ પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર (peak of the temple) પર ધ્વજા ચઢી નથી. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોય શકે છે.

આ પણ વાંચો- Cyclone Biparjoy: જામનગરના અંધાશ્રમ આવાસમાંથી 1500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર, શાળાઓમાં બે દિવસની રજા, જુઓ Video

અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યું છે. ત્યારે આવી મુશ્કેલ સ્થિતિમાં જગતનો નાથ કાળીયો ઠાકર આ સંકટને ટાળશે તેવી લોકોની શ્રદ્ધા રહેલી છે. જ્યારે જ્યારે ગુજરાત પર કોઈ કુદરતી આફત આવી, ત્યારે ત્યારે જગતમંદિર ઉપર બે ધજા ચડાવવામાં આવી છે. ગઈકાલે વાવાઝોડાને પહોંચી વળવા જગતમંદિરના શિખર પર બે ધજા ચઢાવવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિર ઉપર સલામતીના કારણે જૂની ધજાને એમજ રાખી નીચે બીજી ધજા ચઢાવાય છે.

દ્વારકાધીશ મંદિરમાં બે ધજા ચડે તો સંકટ ટળે તેવું માનવામાં આવે છે. પરંતુ ફૂંકાઈ રહેલા પવનની વચ્ચે સલામતી માટે ધજાને ધ્વજ દંડની જગ્યાએ નીચે ધ્વજ સ્થંભ ઉપર ચઢાવવામાં આવે છે. ત્યારે ‘અડધી કાઠી’ શબ્દ શોક માટેનો પ્રતિક ગણાય છે. જે ભગવાન માટે અયોગ્ય કહેવાય. નીચે ધ્વજા ભગવાનને આજીજી અને વિનંતી માટે ચઢાવાતી હોય છે કે અમે આવા વાતાવરણમાં ઉપર જઈ શકીએ એમ નથી જેથી આપનો ધ્વજ નીચે ફરકાવ્યો છે. જેમાં દિવસમાં ચઢતી બે ધજા ગઈકાલે નીચે ફરકાવી હતી.

આ ધ્વજ દંડ પર નહીં પરંતુ ધ્વજ સ્થંભ પર ચડાવવામાં આવી છે.  જેનાથી ભગવાન આપણી વિનંતી સાંભળે કે આવી આફત આવી રહી છે જેમાંથી ઉગારે તેવી લોકોની ભાવના આ બે ધજા સાથે જોડાયેલી છે.

મહત્વનું છે કે દ્વારકામાં બિપરજોય વાવાઝોડાના કારણે આજે ભારે પવન સાથે ધોધમાર વરસ્યો છે. જેને પગલે ભગવાન દ્વારકાધીશને આજે ધ્વજા ચડાવવામાં નથી આવી. દ્વારકાધીશના મંદિર શિખર ઉપર દરરોજ પાંચ ધ્વજા ચઢાવવામાં આવે છે. જેમાં સવારે 3 અને સાંજે 2 ધ્વજા ચડાવાય છે. પરંતુ વાતાવરણ ખરાબ હોવાના કારણે આજે ધ્વજા ચડાવવામાં નથી આવી. જો સાંજે વાતાવરણ શુદ્ધ હશે તો અબોટી બ્રાહ્મણ ધ્વારા ધજા ચડાવવામાં આવશે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">