હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ ભાગોમાં ફરી થશે માવઠુ – Video
રાજ્યના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓ પર ફરી માવઠાનું સંકટ ઘેરાઈ રહ્યુ છે. 17 થી 24 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. ખેડૂતોને વધુ એક માવઠાનો માર સહન કરવો પડી શકે છે. રાજ્યમાં 17 થી 24 ઓક્ટોબર દરમિયાન વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાના એંધાણ છે.
કચ્છ અને પંચમહાલ જિલ્લામાં પણ માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ તરફ દરિયાખેડૂઓને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
દિવાળી દરમિયાન રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 1 થી 7 નવેમ્બરે વાતાવરણ વાદળછાયુ રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. નવેમ્બર, ડિસેમ્બરમાં ઠંડી વચ્ચે પણ માવઠાના એંધાણ છે. ઠંડી અને કમોસમી વરસાદને લઈને પાકને નુકસાનની ભીતિ રહેલી છે.
આ તરફ 22 થી 24 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડુ ફુંકાવાની શક્યતા છે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તેમજ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. બપોર પછી ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે.
Input Credit- Ravindra Bhadoria- Gandhinagar