હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, આ દિવસોમાં ગુજરાતને ઘમરોળશે વાવાઝોડુ – Video
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં ધરખમ પલટો આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલે મોટી આગાહી કરતા જણાવ્યુ કે ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે. આગામી 22 થી 25 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડુ સર્જાઈ શકે છે. વાવાઝોડાની ગતિ 100 થી 120 કિમી સુધી રહે તેવુ અનુમાન છે. જો આ ચક્રવાત સર્જાશે તો થાઈલેન્ડ થઈને સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં આવશે, જેની સીધી અસર ગુજરાતમાં વર્તાશે. વાવાઝોડાને કારણે 24 ઓક્ટોબરે સુધીમાં ગુજરાતના જૂદા જૂદા ભાગમાં વરસાદ પ઼ડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની વકી છે.
વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી
અંબાલાલની આગાહી મુજબ વાવાઝોડાની ગતિ 130 થી 150 સુધી પણ જઈ શકે છે .આ સિસ્ટમ વિયેતનામ અને થાઈલેન્ડમાંથી આવતા અવશેષોના કારણે બંગાળની ખાડીમાં સક્રિય રહેશે, પ્રશાંત મહાસાગરમાં એક બાદ એક ટ્રોપીકલ સ્ટ્રોમ બનશે. આથી જ્યા રણ પ્રદેશ હશે ત્યા વનસ્પતિ ઉગશે અને જ્યાં શિયાળાની ઋતુ હશે ત્યાં ચોમાસા જેવો વરસાદ આવશે. જેની અસર ગુજરાતમાં પણ દેખાશે. આ વાવાઝોડુ ગુજરાતને પણ ઘમરોળશે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવવાનુ અનુમાન છ. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની વકી છે.
Input Credit- Ravindra Bhadoria- Gandhinagar