વાળીનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ PM મોદીના આગમન માટે કરાઈ તૈયારીઓ, જુઓ
મહેસાણાના તરભ વાળીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આડે બસ એક જ દિવસ છે અને વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના પ્રધાનો સહિત ભારતના સંતો-મહંતો પણ હાજર રહેવાના છે. ત્યારે, તરભ ખાતે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.
વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના પ્રધાનો સહિત ભારતના સંતો-મહંતો તરભ વાળીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેનાર છે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.સૌથી પહેલા વાત કરીએ હેલિપેડની તો વાળીનાથ મંદિર બહાર 4 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેના પર હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ પણ કરાયું છે. 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી આ જ હેલિપેડ પર ઉતરાણ કરશે. ત્યાંથી રોડ શો યોજીને વાળીનાથના દર્શન કરશે. જે બાદ ખુલ્લી જીપમાં ડોમ સુધી પહોંચીને સભા સંબોધશે.
તો, મોટી હસ્તીઓના આગમનને લઇ વાળીનાથ મંદિરમાં વિશેષ તૈયારી કરાઇ છે. આ સાથે, વડાપ્રધાન મોદીના સંબોધન માટેનો સભાસ્થળ પણ તૈયાર કરી દેવાયો છે. વડાપ્રધાન મોદી હેલિપેડ પર ઉતર્યા બાદ મંદિર સુધી રોડ શો કરશે અને પછી ખુલ્લી જીપમાં બેસીને સભાસ્થળે પહોંચશે અનો લોકોનું અભિવાદન ઝીલશે. તે માટે ડોમ વચ્ચે ખાસ પેસેજ પણ તૈયાર કરાયો છે. આ દરમિયાન વડાપ્રધાન 8 હજાર કરોડથી વધુના કેન્દ્ર અને ગુજરાતના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરવાના છે.
આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર
મહત્વનું છે, 22 ફેબ્રુઆરીના કાર્યક્રમ માટે વિશેષ 27 કમિટી બનાવાઇ છે.તો, પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ, ભક્તો દર્શનાર્થે સરળતાથી પહોંચી શકે તે માટે 400 સરકારી બસો અને 100 ખાનગી બસોની વ્યવસ્થા કરાઇ છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પ્રાણ પ્રતિષ્ઠા 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. તો, અત્યાર સુધી લાખો ભક્તો ભગવાનના દર્શનનો લાભ પણ લઇ ચૂક્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
![ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Rape-.jpg?w=280&ar=16:9)
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
![દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Jam-News.jpg?w=280&ar=16:9)
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
![ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Accident-2.jpg?w=280&ar=16:9)
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
![અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Ahmedabad-3-1.jpg?w=280&ar=16:9)
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
![કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Amit-shah-Visit-Gujarat-1.jpg?w=280&ar=16:9)