Vadodara : ડભોઇના ગામોમાં MGVCLના સ્ટાફે જોખમી વીજ વાયરોને ઊંચા લઇ લેતા ખેડૂતોને રાહત, જુઓ Video
વડોદરાના ડભોઈના અંગૂઠણ અને રાજલી ગામના ખેતરોમાં નીચે લટકતા વીજ વાયરો (Power wires) અંગેનો અહેવાલ TV9એ રજૂ કર્યા બાદ ખેડૂતોની હાલાકીનો અંત આવ્યો છે. MGVCLના અંદાજે છ ફૂટ જેટલા નીચા વીજ વાયરોને પગલે ખેડૂતોને કામ કરતા કરંટ લાગવાનો ભય સતાવતો હતો. આ અંગેનો અહેવાલ દર્શાવતા 36 કલાકમાં જ MGVCLના સ્ટાફે વીજ વાયરો ઉંચા લઈ લીધા હતા.
Vadodara : વડોદરાના ડભોઈના અંગૂઠણ અને રાજલી ગામના ખેતરોમાં નીચે લટકતા વીજ વાયરો (Power wires) અંગેનો અહેવાલ TV9એ રજૂ કર્યા બાદ ખેડૂતોની હાલાકીનો અંત આવ્યો છે. MGVCLના અંદાજે છ ફૂટ જેટલા નીચા વીજ વાયરોને પગલે ખેડૂતોને કામ કરતા કરંટ લાગવાનો ભય સતાવતો હતો. આ અંગેનો અહેવાલ દર્શાવતા 36 કલાકમાં જ MGVCLના સ્ટાફે વીજ વાયરો ઉંચા લઈ લીધા હતા.
આ પણ વાંચો- Breaking News: Suratના 157 લોકોને Vietnamમાં બંધક બનાવાયા, 1 કરોડની વસુલાત માટે ટૂર ઓપરેટરનું કારસ્તાન
ખેતરમાંથી વીજ વાયરો ઉંચા કરી દેવાતા હવે ખેડૂતો ટ્રેક્ટર અને અન્ય મશીનો આરામથી ચલાવી શકે છે. આ સમસ્યા અંગે ખેડૂતો વીજ અધિકારીઓને ત્રણ મહિનાથી રજૂઆત કરતા હતા,પરંતુ ટીવી નાઈન પર અહેવાલ આવતા સમસ્યાનો 36 કલાકમાં જ અંત આવી ગયો..,, ખેડૂતોને સોયાબીન, કપાસ અને તુવેરનો તૈયાર પાક લણવામાં હવે આસાની રહેશે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો