VIDEO : ધોધમાર વરસાદને પગલે ઉપલેટાની મોજ નદી ગાંડીતૂર, કોઝ-વે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી

સતત વરસાદને (Rain) કારણે મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઇ ગઢાળા ગામની મોજ નદી ગાંડીતૂર બની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 1:05 PM

રાજકોટના ઉપલેટામાં (Upleta) સતત વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદને કારણે મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.જેને લઇ ગઢાળા ગામની મોજ નદી ગાંડીતૂર બની છે.મોજ ડેમમાંથી (Moj dam) પાણી છોડવામાં આવતા નદી ગાંડીતૂર બની છે.નદીમાં પાણીનું સ્તર વધતા ગઢાળાથી પસાર થતી મોજ નદી પરનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે.જેને કારણે ગઢાળાથી ખાખી જાડિયા તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

રસ્તો બંધ થતાં સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.તો બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે દર ચોમાસે (Monsoon 2022) તેમના ગામમાં આ સ્થિતિનું નિર્માણ થાય છે.નદી પર કોઝવે ઉંચો કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે.છતાં હજી સુધી કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી.

નીચાણવાળા વિસ્તારમાં આવેલા 22 ગામને એલર્ટ

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર -1 ડેમ (Bhadar-1 Dam) પાણીથી છલોછલ થઈ ગયો છે.જેના કારણે ડેમના 18 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં (Dam overflow) પાણીની ભરપૂર આવક થઈ રહી છે  ડેમમાં 32896 ક્યુસેક પાણીની આવક સામે 32896 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે.નવા નીરની આવકને પગલે નીચાણવાળા વિસ્તારમાં આવેલા 22 ગામને એલર્ટ (Alert) આપવામાં આવ્યું છે. નદીના પટમાં ન જવા તેમજ ઢોરઢાંખરને નદીના પટમાં ચરાવવા ન લઇ જવા માટે સૂચના આપવામાં આવી છે.મહત્વનું છે કે, સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર- 1 જળાશય પાણીથી ભરપૂર થતા હવે પીવાના પાણીની તેમજ ખેતી માટેના સિંચાઇના પાણીની ચિંતા હળવી થઈ ગઈ છે.

Follow Us:
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">