Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loksabha Election 2024 : ગૃહપ્રધાન અમિત શાહ આજે ભરશે ઉમેદવારી ફોર્મ, વિજય મુહૂર્તમાં નોંધાવશે ઉમેદવારી

Loksabha Election 2024 : ગૃહપ્રધાન અમિત શાહ આજે ભરશે ઉમેદવારી ફોર્મ, વિજય મુહૂર્તમાં નોંધાવશે ઉમેદવારી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2024 | 9:09 AM

લોકસભા ચૂંટણી માટે ભાજપના દિગ્ગજો પ્રચંડ પ્રચાર થકી શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ગૃહપ્રધાન અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે ગઇકાલે તેમના લોકસભા મત વિસ્તારમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ.જે પછી આજે તેઓ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવાના છે.

લોકસભા ચૂંટણી માટે ભાજપના દિગ્ગજો પ્રચંડ પ્રચાર થકી શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ગૃહપ્રધાન અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે ગઇકાલે તેમના લોકસભા મત વિસ્તારમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ.જે પછી આજે તેઓ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવાના છે. ગઇકાલે અમિત શાહે 7 વિધાનસભા બેઠકો પર રોડ શો કર્યો હતો.

વેજલપુરની જાહેર સભામાં અમિત શાહનો હુંકાર

ગઇકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રોડ શો થકી અમદાવાદમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. અમિત શાહે 10 કલાકમાં લગભગ તેમની તમામ વિધાનસભા બેઠકો પર મેગા રોડ શો થકી શક્તિ પ્રદર્શન યોજ્યું હતુ. સવારે સાણંદમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ અમિત શાહે સાંજે રાણીપથી બીજો રોડ શો યોજ્યો. જે ઘાટલોડિયા, નારણપુરા થઇને વેજલપુર સુધી યોજાયો. અમિત શાહે વેજલપુરમાં જાહેર સભાને સંબોધિત કરી.

અમિત શાહના સ્વાગતને લઇને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો

વેજલપુર જીવરાજ પાર્ક પાસે અમિત શાહના સ્વાગતને લઇને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. અમિત શાહને આવકારવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા. જીવરાજ ચાર રસ્તાથી વેજલપુર સુધીનો રોડ ભાજપના કાર્યકર્તાઓ અને લોકોથી ઉભરાયેલો જોવા મળ્યો. કેસરી સાફા અને ભાજપના ઝંડા સાથે લોકો જોવા મળ્યા.

ગુજરાતમાં ભાજપની હેટ્રિકનો વ્યક્ત કર્યો વિશ્વાસ

અમદાવાદના વેજલપુરમાં જંગી જાહેરસભાને સંબોધિત કરતા અમિત શાહે પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર જીતની હેટ્રિક સર્જશે, અને કેટલીક બેઠકો પર તો ભાજપ રેકોર્ડ સર્જશે.

અમિત શાહે જણાવ્યું કે, 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે ભંયકર ગરમી હશે, સવારે 10.30 વાગ્યે મતદાન કરો તો ગરમી લાગે ? તેવો સવાલ પણ શાહે પૂછ્યો. તેમણે ગુજરાતના મતદારોને હાકલ કરતા કહ્યું કે તમારે તમામ 26એ 26 બેઠક પર કમળ ખીલવવાના છે. તમારે બધાએ 26માંથી 26 બેઠક આપી PM મોદીના હાથ મજબૂત કરવાના છે.

g clip-path="url(#clip0_868_265)">