Rajkot : રૈયા નજીક બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં ડુબી જતા 2 બાળકીના મોત, જુઓ Video
રાજકોટમાં રૈયા વિસ્તારમાં આવેલા શિલ્પન ઓનેક્સ બિલ્ડીંગમાં બે બાળકીના સ્વિમિંગપુલમાં ડુબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ બંન્ને મૃતક બાળકીઓ નેપાળી પરિવારની હોવાની માહિતી છે.
ફરી એક વાર રાજકોટમાં માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. હજુ તો ત્રણ મહિના પહેલા જ રાજકોટમાં એક પરિવારે સ્વિમિંગ પુલમાં ડુબતા પોતાનો બાળક ગુમાવ્યો છે. ફરી રાજકોટમાં જ બે બાળકીઓના સ્વિમિંગ પુલમાં ડુબી જતા મોત થયા છે.
બંન્ને મૃતક બાળકીઓ નેપાળી પરિવારની
રાજકોટમાં રૈયા વિસ્તારમાં આવેલા શિલ્પન ઓનેક્સ બિલ્ડીંગમાં બે બાળકીના સ્વિમિંગપુલમાં ડુબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ બંન્ને મૃતક બાળકીઓ નેપાળી પરિવારની હોવાની માહિતી છે. આ બંને બાળકીના નામ પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંહ છે.
નેપાળી પરિવારમાં શોકનો માહોલ
આ બંને બાળકીઓ ત્રણ-ત્રણ વર્ષની હોવાનું સામે આવ્યું છે. સોસાયટીમાં સાયકલ ફેરવી રહી હતી ત્યારે સ્વિમિંગ પૂલમાં પડી ગઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જો કે આ અંગે હજુ કોઇ સત્તાવાર રીતે પોલીસ તરફથી જાણકારી આપવામાં આવી નથી. બે બાળકીઓના મોત થતા નેપાળી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
માર્ચ મહિનામાં આ રીતે જ બાળકનું મોત થયુ હતુ
ત્રણ મહિના પહેલા પણ રાજકોટમાં આવો જ એક કિસ્સો બન્યો હતો. નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ઓરમ એપાર્ટમેન્ટમાં સ્વિમિંગ પુલમાં ચાર વર્ષના બાળકના ડુબી જવાની મોત થયુ હતુ. આ બાળક પણ નેપાળી ચોકીદાર પરિવારનો જ હતો. ચાર વર્ષનો બાળક સ્વિમિંગ પુલ પાસે રમતો હતો, ત્યારે પાણી જોવા જતાં અંદર ગરકાવ થઈ ગયો હતો.
![Monsoon Health Tips : ચોમાસામાં આ શાકભાજી ન ખાવા જોઈએ Monsoon Health Tips : ચોમાસામાં આ શાકભાજી ન ખાવા જોઈએ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/monsoons.jpg?w=670&ar=16:9)
![Hair care in Monsoon : વરસાદની ઋતુમાં આ રીતે રાખો વાળની સંભાળ Hair care in Monsoon : વરસાદની ઋતુમાં આ રીતે રાખો વાળની સંભાળ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-hair-care-3.jpg?w=670&ar=16:9)
![આજનું રાશિફળ તારીખ : 26-06-2024 આજનું રાશિફળ તારીખ : 26-06-2024](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-WEB-STORY-THUMBNAIL-2-12.jpg?w=670&ar=16:9)
![કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Gulbadin-Naib-1.jpg?w=670&ar=16:9)
![હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું? હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-how-can-i-remove-dark-tan-from-my-hands-1719285780-1.jpeg?w=670&ar=16:9)
![જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-silver-jewwellery-6.jpg?w=670&ar=16:9)