રાજ્યમાં સીંગતેલના ભાવમાં થયો ઘટાડો તો અન્ય ખાદ્યતેલના ભાવમાં 50 રૂપિયાથી વધુનો કરાયો વધારો- Video

|

Sep 12, 2024 | 2:02 PM

રાજ્યમાં સીંગતેલ સિવાય અન્ય ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. ભારે વરસાદને કારણે તેલિબિયા પાકને નુકસાન થયુ છે. આ તરફ સિંગતેલમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે કપાસિટા તેલામાં એક સપ્તાહમાં ડબ્બે રૂપિયા 75નો વધારો થયો છે જ્યારે પામ ઓઈલમાં એક સપ્તાહમાં રૂપિયા 60નો વધારો થયો છે.

રાજ્યમાં ફરી ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જનતા પર વધુ એક મોંઘવારીનો માર ઝીકાયો છે. હાલ ચોમાસા બાદ શાકભાજીના ભાવો આસમાને છે અને જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે ત્યારે સીંગતેલને છોડીને અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો કરાયો છે. જો કે રાહતની વાત એ છે તે સીંગતેલના ભાવમાં રૂપિયા 40નો ઘટાડો કરાયો છે. અન્ય તેલમાં કરાયેલા ભાવ વધારાની વાત કરીએ તો કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બે રૂપિયા 75નો વધારો કરાયો છે જ્યારે પામોલીવ તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો કરાયો છે. કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 1790 રૂપિયાથી વધીને 1885 રૂપિયા થયો છે.

કપાસીયા, પામઓઈલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો

પામોલીવ તેલનો ડબ્બો 1605 રૂપિયા થી વધીને 1685 રૂપિયા થયો છે. રાયડાના તેલમાં પણ 50 રૂપિયાનો ભાવ વધારો થયો તો કોપરેલમાં પણ 120 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. વરસાદથી તેલબિયા પાકો અને નુકસાનીના અંદાજ લઈને ભાવમાં સતત વધારો થયો છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલિબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.

કપાસમાં ગુલાબી ઈયળ આવી જતા ખેડૂતો મગફળી તરફ વળ્યા

એડિબલ ઓઇલ એસોસિએશનના પ્રમુખ કિરીટ શાહના જણાવ્યા મુજબ રાજ્યમાં આ વર્ષે કપાસનું ઓછુ વાવેતર થયુ છે. મગફળીની સરખામણીએ કપાસનું ઓછુ વાવેતર થતા ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. તો બીજી તરફ કપાસના પાકમાં ગુલાબી ઈયળનો રોગ આવી જતા વાવેતર પણ ઓછુ થઈ રહ્યુ છે અને ખેડૂતો મગફળી તરફ વળ્યા છે. આ જ કારણોથી કપાસીયા અને તેલિબિયાના ભાવ વધ્યા છે જ્યારે સિંગતેલના ભાવ ઘટ્યા છે. બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદને કારણે તેલિબિયા પાકને નુકસાન થયુ છે. જેના કારણે પણ ઉત્પાદન ઘટ્યુ છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:00 pm, Thu, 12 September 24

Next Article