સુરેન્દ્રનગર- વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરાતા ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીનો માહોલ- જુઓ વીડિયો

સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરાઈ છે. જેને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીનો માહોલ છે. મહાનગરપાલિકાની જાહેરાત થતા વધુ ગ્રાન્ટ મળશે અને તેનાથી વધુ વિકાસના કામો થશે તેવો પાલિકા પ્રમુખે દાવો કર્યો તો સ્થાનિક આગેવાનોએ આ જાહેરાતને ચૂંટણીલક્ષી ગણાવતા કહ્યુ કે હવેથી ભ્રષ્ટાચારના કામો પણ વધશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2024 | 11:40 PM

બજેટ દરમિયાન સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાને પણ મહાનગરપાલિકા તરીકે જાહેર કરાઇ છે. ત્યારે ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જાહેરાત થતા વધુ ગ્રાન્ટ મળશે, જેથી શહેરનો વિકાસ વધશે. રોડથી લઇ શાળા, હોસ્પિટલો સુધીની અનેક કામગીરી થશે. ત્યારે નવા સીમાંકન સહિતની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે.

કોઠારીયા, શેખપર, કેરાળા, વાડલા, અણીન્દ્રા સહિતના 12થી વધુ ગામોનો પણ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરાશે. જેના પગલે ગામોનો પણ વિકાસ થશે. મહત્વનું છે, સુરેન્દ્રનગર નગરપાલિકામાં અત્યારે 52 પૈકી 50 સભ્ય ભાજપના છે. ત્યારે પાલિકા પ્રમુખે વધુ વિકાસ થવાના દાવા કર્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગરના સ્થાનિક આગેવાને મહાનગરપાલિકાની જાહેરાતને લઇ નારાજગી દર્શાવી છે અને તેને ચૂંટણી પ્રચાર માટેની કામગીરી ગણાવી. સાથે, હવેથી ભ્રષ્ટાચાર વધવાના અને નગરપાલિકા વિકાસના કામ કરવામાં નિષ્ફળ રહી હોવાના પણ આક્ષેપ કર્યા.

આ પણ વાંચો : કોંગ્રેસ પર કોઈ મમતા બતાવવાના મૂડમાં નથી દીદી, કહ્યુ તેમને 300 સીટો પર લડવુ છે પરંતુ 40 સીટો જીતવામાં પણ છે ફાંફા

આપને જણાવી દઈએ કે આ બજેટમાં નવસારી, મહેસાણા, ગાંધીધામ, સુરેન્દ્રનગર વઢવાણ, મોરબી, વાપી, આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. આ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તેમાં અનેક વિસ્તારો અને ગામોને આવરી લેવામાં આવશે. રોડ,રસ્તા, પાણી, હોસ્પિટલો અને શાળાઓનો પણ વિકાસ થશે. ધંધા રોજગારના નવા માધ્યમો ઉભા કરાશે. જમીન મકાનોના ભાવ વધશે. અને લોકોને વધુ સુવિધા મળશે.

Input Credit- Sajid Belim- Surendranagar

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">