કોંગ્રેસ પર કોઈ મમતા બતાવવાના મૂડમાં નથી દીદી, કહ્યુ તેમને 300 સીટો પર લડવુ છે પરંતુ 40 સીટો જીતવામાં પણ છે ફાંફા

સીટોની વહેંચણીને લઈને I.N.D.I.A. ગઠબંધનમાં મચેલા ઘમાસાણ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે સવાલ કર્યો કે કોંગ્રેસમાં આટલો અહંકાર શા માટે છે? હિંમત હોય તો ભાજપને વારાણસીમાં હરાવીને બતાવો. કોંગ્રેસ 40 સીટો પણ જીતશે કે કેમ તે ખબર નહીં.

કોંગ્રેસ પર કોઈ મમતા બતાવવાના મૂડમાં નથી દીદી, કહ્યુ તેમને 300 સીટો પર લડવુ છે પરંતુ 40 સીટો જીતવામાં પણ છે ફાંફા
Follow Us:
| Updated on: Feb 02, 2024 | 9:30 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યુ દેશમાં 300થી વધુ બેઠકો લડવાથી કોંગ્રેસને 40 બેઠકો પણ નહીં મળે. મને ખબર પડી કે બંગાળમાં કોંગ્રેસ આવી ગઈ છે. તેમણે મને ક્યારેય સૂચિત કરી નથી, જો તમારામાં એટલી જ હિંમત હોય તો અલાહાબાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં યાત્રા કરો, તેમણે કહ્યુ કે મે કોંગ્રેસને 300 સીટો પર લડવા માટે કહ્યુ હતુ પરંતુ તેમણે મારુ ન સાંભળ્યુ. હવે તે રાજ્યમાં સૌથી પહેલા મુસ્લિમ વોટરોને ડર ફેલાવવા માટે આવ્યા છે.

તેમણે કહ્યુ મને ખબર નથી કે તે 300 સીટો પર લડશે તો 40 સીટો પણ જીતી શકશે કે કેમ! હું બે સીટો આપી રહી હતી અને તેમને જીતાડી દેતી. પરંતુ તેમને વધુ બેઠકો જોઈએ છે. તો મે કહ્યુ ઠીક છે તો પછી બધી 42 બેઠકો પર લડો. તો મનાઈ કરી દીધી. તે બાદ તેમની સાથે કોઈ વાતચીત થઈ નથી.

તેમણે કહ્યુ કે તે બંગાળમાં કાર્યક્રમ કરવા આવ્યા છે. પરંતુ I.N.D.I.A. એલાયન્સના સદસ્ય તરીકે મને તેની જાણકારી સુદ્ધા ન આપી, મને વહીવટી સૂત્રો દ્વારા જાણકારી મળી. મે ડેરેકને ફોન કરીને નિર્દેશ આપ્યો કે રેલી પસાર થવાની પરવાનગી આપી દો. તો બંગાળમાં કેમ આવ્યા? હિંમત હોય તો યુપી, બનારસ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભાજપને હરાવે.

IPL 2024 માટે Jioના પ્લાનમાં મળશે Unlimited Data, જાણી લો કિંમત
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પહોંચી સ્વિત્ઝરલેન્ડ, શેર કરી તસવીરો
IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ

મમતા બેનર્જીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

મમતા બેનર્જીએ કહ્યુ કે જ્યારે મણિપુર સળગી રહ્યુ હતુ ત્યારે તમે ક્યાં હતા? અમે એક ટીમ મોકલી હતી. મહિલાઓને નગ્ન કરી ફેરવવામાં આવી. 200 જેટલા ચર્ચ સળગાવી દેવાયા. હવે તેઓ ચાની દુકાનો પર ફોટોશુટ કરી રહ્યા છે. તેમને જાણકારી નથી કે બાળકોની સાથે કેવી રીતે રમવાનુ હોય અને બીડી કેમ બાંધવાની હોય. બની શકે તેમની પાસે બીડીના બદલે બીજુ કંઈ પણ હોઈ શકે. આ તો પ્રવાસી પક્ષી છે.

મમતાએ કહ્યુ કે વામપંથીઓ ભાજપના સૌથી મોટા મિત્ર છે. અમે કોંગ્રેસને કહ્યુ કે ભારતમાં 300 સીટ અને બાકી 249 સીટ પ્રાદેશિક પાર્ટીઓ માટે છોડી દેવામાં આવે. તો આવુ કેમ ન થયુ? તેઓ બંગાળ શા માટે આવ્યા? તેમણે કહ્યુ કે EVMમાં હેરફેર કરવામાં આવી રહી છે. નંદીગ્રામમાં ભાજપના બૂથ એજન્ટે 5 લાખ રૂપિયા આપ્યા અને ચૂંટણીના દિવસે ગાયબ રહેવાનુ કહ્યુ.

મમતા બેનર્જીએ કહ્યુ હેમંત સોરેન એકમાત્ર આદિવાસી સીએમ છે. હાઈકોર્ટના સ્ટે બાદ પણ તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ એક ચૂંટણી એક દેશ કેવી? વિધાનસભા ચૂંટણીનું શું થશે? જેમની પાસે રંગીન કપડા છે તેઓ ધ્યાન રાખે કે તેમણે તેમના કપડાને ફરી રંગ કરવો પડશે. તેમણે ઈંડાની દુકાનો પર બુલડોઝર ચલાવી દીધુ. અમે માછલીનું માંસ ન ખાઈ શકીએ? તમે શું ખાશો?

આ વચગાળાનું નહી પરંતુ ભાજપનું અંતિમ બજેટ

મમતાએ કહ્યુ હું અનેક પીએમને મળી છુ પરંતુ મે કોઈને આટલા બદલો લેતા નથી જોયા. હું તેમને ત્રણવાર મળી ચુકી છુ. તેમણે સવાલ કર્યો કે તમે બાંગ્લાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો કેમ ન આપ્યો. જ્યારે અન્ય તમામ રાજ્યો પાસે આ દરજ્જો છે. બંગાળમાં તમને 18 સીટો મળી પણ તમે શું કર્યુ?

મમતા બેનર્જીએ કહ્યુ કે આ વચગાળાનું નહીં પરંતુ અંતિમ બજેટ છે. ગરીબો માટે બજેટમાં કંઈ નથી. ખેડૂતો માટે કંઈ નથી. તેમણે કહ્યુ કે જ્યારે પણ ચૂંટણીઓની વાત આવે છે તો 33 ટકા અનામતની વાત આવે છે, જો નૈતિક્તા સમિતિ મહુઆ માટે પ્રતિબદ્ધ છે તો બ્રીજભૂષણનું શું થયુ. જો વિરોધ માટે આચાર સમિતિ હોય તો બ્રીજભૂષણ માટે આ અપગ્રેડ કમિટી છે.

આ પણ વાંચો: આત્મવિશ્વાસથી ભરેલુ મોદી સરકારનું વચગાળાનુ બજેટ: કેમ પૂર્ણ વિશ્વાસમાં મોદી સરકાર ? જાણો શું છે રાજકીય સંકેત

મમતાએ કહ્યુ કે 25 વર્ષના વિકાસની યોજના બનાવી રહ્યા છે મે સીએજી રિપોર્ટ પર પીએમ મોદીને કડક પત્ર લખ્યો છે. તમામ યુટી પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યા છે. અમે સમયસર યુસી આપી દીધુ છે. સીએજી પાસે કોઈ જાણકારી નથી. સીએજીએ જે આપ્યુ છે તે વિકૃત તથ્યો છે અને ભાજપ દ્વારા લખવામાં આવ્યુ છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

'સુરતના ઉમેદવારના ટેકેદારની સહીનો મુદ્દો સામ દામ દંડ ભેદથી ઊભો કરાયો'
'સુરતના ઉમેદવારના ટેકેદારની સહીનો મુદ્દો સામ દામ દંડ ભેદથી ઊભો કરાયો'
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">