Surat: BRTS રૂટમાં લોકોની બેદરકારીના વીડિયો વાયરલ, અકસ્માત થાય તો જવાબદાર કોણ ? જુઓ Video 

Surat: BRTS રૂટમાં લોકોની બેદરકારીના વીડિયો વાયરલ, અકસ્માત થાય તો જવાબદાર કોણ ? જુઓ Video 

Baldev Suthar
| Edited By: | Updated on: Aug 05, 2023 | 4:51 PM

સુરત શહેરમાં BRTS રૂટ પર અકસ્માતની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચુકી છે. ત્યારે હાલમાં BRTS રૂટના અલગ અલગ અલગ વિસ્તારના વીડિયો વાયરલ થયા છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો સુરતના BRTS રૂટમાં ટહેલતા જોવા મલાઈ રહ્યા છે.

સુરતમાં BRTS રૂટના કેટલાક વીડિયો વાયરલ થયા છે. આ વીડિયો ખુબ જ ચોકાવનારા અને બેદરકારી ભરેલા છે કારણ કે BRTS બસની અંદર લોકો વાહનો પાર્ક કરીને જમાવડો કરીને બેસતા હોવાનું તેમજ વોકિંગ માટે નીકળતા હોવાનું સામે આવ્યું છે.

એટલું જ નહી એક બાળકે તો બસની સામે આવીને સ્ટંટ કર્યો હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જો અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ રહેશે?

સુરત શહેરમાં BRTS રૂટ પર અકસ્માતની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચુકી છે. ત્યારે હાલમાં BRTS રૂટના અલગ અલગ અલગ વિસ્તારના વીડિયો વાયરલ થયા છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો સુરતના BRTS રૂટમાં કે જ્યાં સીટી બસો ચાલે છે આ રૂટ પર વાહનો પાર્ક કરીને લોકો અહીં જમાવડો કરીને બેસતા હોવાનું તેમજ વોકિંગ માટે નીકળતા હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત BRTS રૂટમાં લોકો વાહનો ચલાવતા હોવાનું પણ દેખાઈ રહ્યું છે.

આ તમામ બાબતોની વચ્ચે હદ તો એ કહેવાય કે જ્યારે વીડિયોમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે એક બાળક બસને BRTS રુટ પર આવતી જોઈ સાઈડ થવાના બદલે બે હાથ ફેલાવીને બસની આગળ ઊભો રહી જાય છે. જે સ્થળ થી આગળ જતાં બસના રૂટ પરથી અનેક બાઈકચાલકો પણ પસાર થતા જોવા મળ્યા હતા જેના પણ વીડિયો સામે આવ્યા છે.

સુરતમાં રોજબરોજ રાત્રિના સમયે લોકો બીઆરટીએસ રૂટમાં જાણે પીકનીક પોઈન્ટ હોય તે રીતે પોતપોતાની બાઈક પાર્ક કરીને બેઠા હોવાનું જોવા મળે છે. આ ઘટનાના જે વીડિયો સામે આવ્યો છે તેમાં લોકોનું ગેરવ્યાજબીપણું પણ સ્પષ્ટ સામે આવે છે.

આ પણ વાંચો : અરે બાપ રે ! પત્નીને ઝેરી સાપ કરડ્યો તો પતિ સાપ સાથે જ પત્નીને લઇને હોસ્પિટલ દોડ્યો, જૂઓ Video

લોકો પોતાના જ જીવના જોખમે આ રીતે રસ્તા ઉપર બેસી રહે તે કેટલું યોગ્ય છે તે લોકોએ જ નક્કી કરવાનો વિષય છે. આવી રીતે લોકોનું વર્તન બીઆરટીએસ રૂટ ઉપર જોવા મળે ત્યારે સ્વાભાવિક છે કે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. લોકોએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ અને આ પ્રકારે જોખમી રીતે રૂટ ઉપર ન બેસવું હિતાવહ છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 05, 2023 04:48 PM
g clip-path="url(#clip0_868_265)">