AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરે બાપ રે !  પત્નીને ઝેરી સાપ કરડ્યો તો પતિ સાપ સાથે જ પત્નીને લઇને હોસ્પિટલ દોડ્યો, જૂઓ Video

અરે બાપ રે ! પત્નીને ઝેરી સાપ કરડ્યો તો પતિ સાપ સાથે જ પત્નીને લઇને હોસ્પિટલ દોડ્યો, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 12:35 PM
Share

મહિલાને એક ઝેરી સાપે (Snake) ડંખ માર્યો હતો. ખેતરમાં કામ કરતી વખતે મહિલાને સાપે અચાનક ડંખ (Snake bite) મારી દીધો હતો. જે પછી તેનો પતિ પત્નીને બચાવવા માટે શુું કરવુ તે વિચારીને ગભરાઇ ગયો હતો.

Surat : સુરત ના ઓલપાડમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે.  આ મહિલાને એક ઝેરી સાપે (Snake) ડંખ માર્યો હતો. ખેતરમાં કામ કરતી વખતે મહિલાને સાપે અચાનક ડંખ (Snake bite) મારી દીધો હતો. જે પછી તેનો પતિ પત્નીને બચાવવા માટે શુું કરવુ તે વિચારીને ગભરાઇ ગયો હતો. બાદમાં પતિ તેની પત્નીને કારમાં બેસાડીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઇ જાય છે. જો કે વિચિત્ર વાત એ છે કે મહિલાનો પતિ મહિલા સાથે સાપને પણ હોસ્પિટલ લઇને પહોંચ્યો હતો.

આ પણ વાંચો-Ahmedabad : વટવામાં એક બંગલામાંથી ઝડપાઇ દારૂની 261 બોટલ, દારુની હોમ ડિલિવરી કરાતી હતી, જૂઓ Video

એમ્બ્યુલન્સ ન આવી હોવાનો મહિલાના પતિનો આક્ષેપ

મહિલાનો પતિ સાપને લઇને હોસ્પિટલ કેમ પહોંચ્યો હતુ તેનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. જો કે મહિલાને કરડનાર સાપ રસેલ વાઇપર હોવાના અહેવાલ સામે આવ્યા છે. જો કે મહિલાના પતિએ આક્ષેપ કર્યા છે કે એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરવા છતાં પણ  કોઇ દરકાર લેવામાં આવી ન હતી. ઘણા સમય સુધી એમ્બ્યુલન્સ મદદ માટે આવી જ નહીં. હાલ મહિલાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

રસેલ વાઈપર ખૂબ જ ઝેરી સાપ

મહત્વનું છે કે રસેલ વાઈપર સાપના શરીરમાં હોમોટોસિન નામનું ઝેર હોય છે. તે માણસને કરડવાથી લોહીની ગાંઠ થઇ જતી હોય છે, લોહી જાડુ થતું હોય છે. આ સાપ પીળા કલરનો અને તેના શરીર પર બ્લેક કલરની સાંકળ જેવી ચેન જોવા મળતી હોય છે. આ ઘટનામાં સદનસીબે જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">