સુરત : મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જળબંબાકારની સ્થિતિ, નેશનલ હાઈવેનો સર્વિસ રોડ બંધ થયો

સુરતમાં અનરાધાર વરસાદથી હાલ બેહાલ થયા છે. અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. પાણીમાં મનપાનો પ્રિ-મોન્સૂન પ્લાન છે. લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 30, 2024 | 11:38 AM

સુરતમાં અનરાધાર વરસાદથી હાલ બેહાલ થયા છે. અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. પાણીમાં મનપાનો પ્રિ-મોન્સૂન પ્લાન છે. લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતમાં મેઘરાજાની ધમધોકાર બેટિંગ જોવા મળી છે. ઓળઘોળ થઈ મેઘરાજાએ સુરતમાં મહેર વરસાવી છે. રસ્તાઓ વરસાદી પાણીથી જળ તરબોળ થયા છે. સુરતમાં સિઝનનો પહેલો આવો ધમધોકાર વરસાદજોવા મળ્યો છે.

કેટલાક વિસ્તારોમાં કમર સુધીના પાણી સુરતના રસ્તાઓ પર ભરાયા હતા. શહેરમાં સવારે પ્રચંડ વેગે વરસાદ વરસ્યો હતો. કમર સુધીના પાણી ભરાતા વાહનચાલકો પણ અટવાયા હતા. ડભોલી , સિંગણપોર, કગારગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ડભોલી અને સિંગણપોર રોડ પર કેડસમાં પાણી ભરાયા હતા.

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બારડોલી, કડોદરા, પલસાણા સહિત વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. બારડોલીમાં ગટરમાંથી પાણી બહાર છલકાવા લાગ્યું હતું. ગંદુ  પાણી ઉભરાતા લોકોને હાલાકી વેઠવી પડી હતી.

કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે કામરેજ નેશનલ હાઇવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. ચોમાસા પહેલા કરોડોના ખર્ચે ગટર બનાવી હતી. સર્વિસ રોડ પર પાણી ભરાતા તે બંધ કરવો પડ્યો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">