સુરત : મહિલા પોલીસકર્મીના આપઘાત કેસમાં સાયબર ક્રાઈમના કોન્સ્ટેબલની પૂછપરછ કરાઈ, શું ઘટના પાછળ પ્રેમ પ્રકરણ છે જવાબદાર?

સુરતમાં મહિલા કોસ્ટેબલ સુસાઇડ કેસ મામલે સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પ્રશાંત ભોંયેની પોલીસ પૂછપરછ કરાઈ છે. મામલા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની પોલીસને શંકા છે. કોન્સ્ટેબલની પૂછપરછના આધારે પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. 

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 20, 2024 | 12:12 PM

સુરતમાં મહિલા કોસ્ટેબલ સુસાઇડ કેસ મામલે સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પ્રશાંત ભોંયેની પોલીસ પૂછપરછ કરાઈ છે. મામલા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની પોલીસને શંકા છે. કોન્સ્ટેબલની પૂછપરછના આધારે પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.

સિંગણપોરમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાનાં ચકચારી પ્રકરણમાં મહિલા કોન્સ્ટેબલનું સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પ્રવિણ ભોંયે સાથે પ્રેમ પ્રકરણ હોવાની માહિતી મળી છે. આપઘાત પૂર્વે પ્રેમીને મળવા આવવા દબાણ કરતાં મેસેજીસ પણ કર્યાનું બહાર આવતાં તપાસમાં  નવો વળાંક આવ્યો છે.

સિંગણપોર કંથેરીયા હનુમાન મંદિર પાસે માહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતી અને સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ટપાલ રવાનગી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના મહેન્દ્રભાઈ ચૌધરીએ સોમવારે સાંજે તેના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સોમવારે હર્ષનાબેન પોતાની ફરજ પર ગઈ નહોતી. ઘરનો દરવાજો અંદરથી બંધ મળતાં તપાસમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને હર્ષનાના ફોનથી છેલ્લા એકાદ મહિનાથી પ્રશાંતને સંખ્યાબંધ વખત કોલ કરવામાં આવ્યા હતા. સોમવારે બપોરે પણ કોલ કરવામાં આવ્યા હતા પરંતુ પ્રશાંતે ફોન રિસિવ નહિ કરતાં બપોરે સાડા બાર વાગ્યે મળવા આવ તેમ કહી મેસેજીસ પણ કર્યો હતો. મેસેજ બાદ પ્રશાંત તેને મળવા ગયો ન હતો. પ્રશાંતને છેલ્લો મેસેજ કર્યા બાદ જ આ મહિલા કોન્સ્ટેબલે અંતિમ પગલું ભર્યું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

કોન્સ્ટેબલ પ્રશાંતે પોલીસને જણાવ્યું હતું કે તે પહેલા સિંગણપોર પોલીસ મથકે જ ફરજ બજાવતો હતો. થોડાંક સમય પહેલાં તે સાયબર ક્રાઇમમાં બદલી પામ્યો હતો બંને વચ્ચે પ્રેમસંબંધ સિંગણપોરમાં ફરજ બજાવતો હતો તે અરસામાં જ થયો હતો.અકસ્માતને કારણે તે દોઢેક મહિનાથી તેના વતન ડાંગમાં હતો જ્યાં મોબાઇલ નેટવર્કને અભાવે સંપર્કમાં રહી શક્યો ન હતો. બે દિવસ પહેલાં જ તે નોકરી ઉપર પરત હાજર થયો હતો. હર્ષના તેને મળવા બોલાવતી હતી પરંતુ નોકરીને કારણે તે મળવા જઇ શક્યો ન હોવાનું પોલીસને જણાવ્યું હતું.

આ પણ વાંચો : Gold Silver Price Today : સોનુ મોંઘુ થયું તો ચાંદીનો ચળકાટ ઘટ્યો, જાણો આજના સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">