IPL 2024 DC vs MI: દિલ્હી કેપિટલ્સનો બદલો પૂર્ણ, રેકોર્ડ બનાવીને મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું

દિલ્હી કેપિટલ્સે આ મેચમાં IPL ઈતિહાસમાં તેમનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. જેક ફ્રેઝર મેકગર્કે ટીમ માટે 84 રનની વિસ્ફોટક ઈનિંગ રમી અને ટીમને 257 રન સુધી લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી, જે મુંબઈને હરાવવા માટે પૂરતી સાબિત થઈ. મુંબઈ 20 ઓવરમાં 247 રન જ બનાવી શક્યું અને 10 રનથી દિલ્હીએ મુંબઈને હરાવ્યું હતું.

IPL 2024 DC vs MI: દિલ્હી કેપિટલ્સનો બદલો પૂર્ણ, રેકોર્ડ બનાવીને મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું
Delhi Capitals
Follow Us:
| Updated on: Apr 27, 2024 | 8:43 PM

દિલ્હી કેપિટલ્સે IPL 2024માં શાનદાર પ્રદર્શન સાથે પુનરાગમન ચાલુ રાખ્યું છે અને આ વખતે તેમણે મુંબઈ ઈન્ડિયન્સ સામેની હારનો બદલો લીધો હતો. આ સિઝનની અગાઉની ઘણી મેચોની જેમ, અરુણ જેટલી સ્ટેડિયમમાં શનિવારે 27 એપ્રિલે રમાયેલી આ મેચમાં પણ ઘણા રન થયા હતા. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ જેક ફ્રેઝર મેકગર્કની 84 રનની વિસ્ફોટક ઈનિંગના આધારે 257 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈ તમામ પ્રયાસો છતાં 247 રન સુધી પહોંચી શક્યું હતું અને 10 રનથી હારી ગયું હતું.

IPLમાં દિલ્હીનો સર્વોચ્ચ સ્કોર

આ સિઝનમાં એક વખત દિલ્હી અને મુંબઈ વચ્ચે ટક્કર થઈ ચૂકી છે. મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈએ 234 રન બનાવ્યા હતા અને દિલ્હીને 29 રનથી હરાવ્યું હતું. આ વખતે દિલ્હીએ પોતાના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ સાથે હિસાબ બરાબર કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 257 રન બનાવ્યા, જે IPLના ઈતિહાસમાં આ ફ્રેન્ચાઈઝીનો સર્વોચ્ચ સ્કોર હતો.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

મેકગર્કે બુમરાહના પહેલા બોલ પર સિક્સર ફટકારી

આ સિઝનમાં, જ્યારથી દિલ્હીએ 22 વર્ષીય યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્કને મેદાનમાં ઉતાર્યો છે, ત્યારથી ટીમની બેટિંગમાં નિખાર આવી ગયો છે. પ્રથમ બોલથી જ પૂરી તાકાતથી આક્રમણ બેટિંગ કરી રહેલા મેકગર્કે મુંબઈને એ જ રીતે આવકાર્યું અને પહેલી જ ઓવરમાં 19 રન બનાવ્યા. મેકગર્કને બીજી ઓવરમાં મોટી સફળતા મળી, જ્યારે તેણે જસપ્રીત બુમરાહના પહેલા બોલ પર સિક્સર અને પછીના બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં 18 રન આવ્યા હતા. આ રીતે મેકગર્કે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી.

મેકગર્ક-ટ્રિસ્ટન સ્ટબ્સની જોરદાર ઈનિંગ

તેની અસર દિલ્હીના સ્કોર પર જોવા મળી અને ટીમે પાવરપ્લેમાં જ 92 રન બનાવ્યા. મેકગર્કનું આક્રમણ આઠમી ઓવરમાં થંભી ગયું હતું પરંતુ ત્યાં સુધીમાં દિલ્હીનો સ્કોર 114 રન થઈ ગયો હતો. મેકગર્કે માત્ર 27 બોલમાં 84 રન બનાવ્યા, જેમાં 11 ફોર અને 6 સિક્સ સામેલ હતી. ત્યારબાદ શે હોપ આવ્યો જેણે પણ માત્ર 17 બોલમાં 5 સિક્સરની મદદથી 41 રન બનાવ્યા. રિષભ પંત આ વખતે બહુ ઝડપી અને મોટી ઈનિંગ રમી શક્યો ન હતો, પરંતુ ટ્રિસ્ટન સ્ટબ્સે પોતાનું અદ્ભુત કામ ચાલુ રાખ્યું અને માત્ર 25 બોલમાં અણનમ 48 રન બનાવીને ટીમને 257 રન સુધી પહોંચાડી દીધી.

રોહિત-ઈશાન-સૂર્યા સસ્તામાં આઉટ

આ સિઝનમાં છેલ્લી ઘણી મેચોમાં મુંબઈ માટે સારી શરૂઆત કરનાર રોહિત શર્મા અને ઈશાન કિશન આ વખતે કમાલ કરી શક્યા ન હતા અને બંને પાવરપ્લેમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. સૂર્યકુમાર યાદવે પાછા આવતાની સાથે જ કેટલાક અદ્ભુત શોટ ફટકાર્યા, પરંતુ આ સિઝનમાં ફરી એકવાર તે ટીમ માટે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો. આ રીતે પાવર પ્લેમાં મુંબઈની 3 વિકેટ પડી હતી, જેમાં ખલીલ અહેમદે રોહિત અને સૂર્યાને જ્યારે મુકેશ કુમારે ઈશાનને આઉટ કર્યો હતો.

મુકેશ કુમાર-રસિક સલામે અપાવી જીત

આ સિઝનમાં અત્યાર સુધી દરેક મોરચે નિષ્ફળ રહેલા કેપ્ટન હાર્દિક (46)એ આવતાની સાથે જ એટેક કર્યો અને ટીમના સ્કોરને વેગ આપ્યો. તેણે તિલક વર્મા (62) સાથે 71 રનની શાનદાર ભાગીદારી કરી હતી પરંતુ યુવા ઝડપી બોલર રસિક સલામ (3/34)ને તેની વિકેટ મળી હતી. આ જ ઓવરમાં સલામે નેહલ વાઢેરાને પણ આઉટ કર્યો હતો. ત્યારબાદ ટિમ ડેવિડ (37) અને તિલક વર્મા મક્કમ રહ્યા અને બાઉન્ડ્રી ફટકારવાનું શરૂ કર્યું. બંનેએ 70 રન ઉમેર્યા પરંતુ મુકેશે તેમને આઉટ કર્યા. મુંબઈને છેલ્લી ઓવરમાં 25 રનની જરૂર હતી પરંતુ તિલક વર્મા પહેલા જ બોલ પર રનઆઉટ થયો અને મુંબઈની હાર પર મહોર લાગી ગઈ.

આ પણ વાંચો : IPL 2024: 22 વર્ષના યુવા બેટ્સમેને જસપ્રીત બુમરાહની હાલત ખરાબ કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">