સુરત: ભાજપ કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવી, જુઓ વીડિયો

સુરત: ભાજપ કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી છે. ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવી કોર્પોરેટરના પુત્રએ ધમકાવી હતી. આ સમગ્ર ઘટનાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. 

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 01, 2024 | 8:08 AM

સુરત: ભાજપ કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી છે. ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવી કોર્પોરેટરના પુત્રએ ધમકાવી હતી. આ સમગ્ર ઘટનાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્રએ દાદાગીરી કરી હતી. ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી મનપાની ટીમને ખોટી રીતે ફસાવવાની ધમકી આપી હતી. આ ઉપરાંત મનપા ટીમના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પણ ઉઠી હતી.

મનપાની ટીમે પાંડેસરા પોલીસમાં કોર્પોરેટર પુત્ર વિરુદ્ધ અરજી કરી ફરિયાદ કરી છે. ઉલ્લ્લેખનીય છે કે રાજકોટ દુર્ઘટના બાદ તંત્ર કડકાઈથી કામ લઈ રહ્યું છે ત્યારે સાશક પક્ષના કોર્પોરેટરના પુત્ર દ્વારા મહાનગર પાલિકાની ટીમને ધમકાવવાનો મામલો તુલ પકડી શકે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">