Rajkot : જસાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીનું અચાનક મોત, વિદ્યાર્થિનીની માતાએ શાળા પર કર્યા ગંભીર આક્ષેપ
વિધાર્થિનીનું મોતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. PM રિપોર્ટ આવે તે પહેલા જ મૃતક વિદ્યાર્થિનીની માતાએ શાળા પર ગંભીર આક્ષેપ કર્યા છે.
રાજકોટમાં જસાણી શાળામાં વિદ્યાર્થિનીનું અચાનક મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ચાલુ ક્લાસમાં અચાનક મોત થઇ ગયુ છે. વિદ્યાર્થિનીના મોતના સમાચાર સાંભળી પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. વિધાર્થિનીનું મોતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. PM રિપોર્ટ આવે તે પહેલા જ મૃતક વિદ્યાર્થિનીની માતાએ શાળા પર ગંભીર આક્ષેપ કર્યા છે.
વિધાર્થિનીનું મોતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી
મૃતક વિદ્યાર્થિનીની માતાએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને ફરજિયાત શાળાના સ્વેટર પહેરીને જ આવવા મજબૂર કરાય છે. જો કોઇ વિદ્યાર્થી જેકેટ પહેરીને શાળાએ આવે તો તેને પ્રવેશ નથી અપાતો.પરિણામે વિદ્યાર્થીઓ આકરી ઠંડીમાં રહેવા મજબૂર બને છે. મહત્વપૂર્ણ છે કે માતાના આક્ષેપો વચ્ચે શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીના મૃત્યુ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખી જાણ કરી છે.
Published on: Jan 18, 2023 08:23 AM
Latest Videos