Gandhinagar News : સલામત સવારી ST કલોલ અંડરપાસમાં ફસાઇ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, જુઓ Video

Gandhinagar News : સલામત સવારી ST કલોલ અંડરપાસમાં ફસાઇ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2024 | 1:33 PM

ગાંધીનગરમાં સલામત સવારી ST કલોલ અંડરપાસમાં ફસાઇ ગઈ હોવાની ઘટના સામે આવી છે. કલોલના અંડરપાસમાં પાણી ભરાયા હોવા છતાં ચાલકે બસ હંકારી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગાંધીનગરમાં સલામત સવારી ST કલોલ અંડરપાસમાં ફસાઇ ગઈ હોવાની ઘટના સામે આવી છે. કલોલના અંડરપાસમાં પાણી ભરાયા હોવા છતાં ચાલકે બસ હંકારી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અંડરપાસમાં બસ બંધ થઇ જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

ચાલકે ટ્રાફિકથી બચવા અંડરપાસમાં બસ લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. અંડરપાસમાં પાણી ભરાયા હોવાના કારણે રસ્તો બંધ કરાયો હતો. જો કે સમગ્ર ઘટનાની જાણ તંત્રને થતા મામલતદાર, કલોલ અને ફાયરની ટીમે મુસાફરોનું રેસ્ક્યુ કર્યું છે. બસ ચાલકની બેદરકારીથી મુસાફરોના જીવ જોખમમાં મૂકાતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે.

પાણીના પ્રવાહમાં બસ તણાઈ

બીજી તરફ ખેડાના માતર તાલુકામાં રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂજેરા ગામ પાસે પાણીના પ્રવાહમાં ખાનગી બસ તણાઈ હોવાની ઘટના સામે આવી છે. મુસાફર ભરેલી બસ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતા જીવ તાળવે ચોંટ્યા છે. જો કે ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી છે.

Published on: Aug 30, 2024 01:31 PM
g clip-path="url(#clip0_868_265)">