સોમનાથમાં મંદિર પરિસરની આસપાસનો રસ્તો અચાનક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં આક્રોશ, વેપારીઓએ સજ્જડ બંધ પાળી કર્યો વિરોધ

ગીર સોમનાથમાં સોમનાથ મંદિર પરિસરની આસપાસ આવેલા રસ્તાઓ પર સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અચાનક બંધ કરી દિવાલો બનાવી દેતા સ્થાનિકો રોષે ભરાયા છે, આ નિર્ણયના વિરોધમાં સ્થાનિકો અને વેપારીઓએ સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 29, 2024 | 10:07 PM

ગીરસોમનાથમાં આવેલા સોમનાથ તીર્થમાં મંદિર પરિસર આસપાસના રસ્તાઓ પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા અચાનક દિવાલ ચણી લેવાતા સ્થાનિકોમાં આક્રોશ છે. સ્થાનિકોએ સોમનાથ ટ્રસ્ટે ચાલુ રસ્તા પર દિવાલ બનાવી દેતા પ્રભાસ પાટણમાં સજ્જડ બંધ પાળી સ્થાનિકો અને વેપારીઓએ નિર્ણયનો વિરોધ કર્યો. સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ મુદ્દે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

ગામલોકોએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર

સ્થાનિક આગેવાન જયદેવ જાનીના જણાવ્યા અનુસાર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગામની અંદર પ્રવેશવાના જે રસ્તાઓ હતા તે ત્રણેય રસ્તાઓ પર દિવાલ ચણી લેવામાં આવી છે. આ અંગે ગામલોકોએ મળીને સોમનાથ ટ્રસ્ટને રજૂઆત કરી હતી. પરંતુ ટ્રસ્ટે તેમની કોઈ વાત ધ્યાને લીધી ન હતી. જેના વિરોધમાં સવારથી સાંજ સુધી સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. આ અંગે ગામલોકોએ સાથે મળીને કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યુ છે. આ મુદ્દે કલેક્ટરે ગામલોકોને ખાતરી આપી છે કે તમારુ યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે.

Input Credit- Yogesh Joshi-Gir Somnath

આ પણ વાંચો: ત્રીજા ક્વાર્ટરમાં દેશનો GDP 8.4% વધ્યો, રિઝર્વ બેંક, SBI અને અન્ય વિશ્લેષકોની ધારણા ખોટી પડી

ગીર સોમનાથ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ
કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ
g clip-path="url(#clip0_868_265)">