Ahmedabad ના જમાલપુર વિસ્તારમાં સમી સાંજે ફાયરિંગ વિથ લૂંટની ઘટના, જુઓ વિડીયો

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં સમી સાંજે ફાયરિંગ વિથ લૂંટ નો બનાવ સામે આવ્યો છે. જેમા આંગડિયા પેઢીના કર્મચારી ને માર મારી ફાયરીંગ કરી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે.. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

Mihir Soni
| Edited By: | Updated on: Jan 17, 2023 | 10:24 PM

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં સમી સાંજે ફાયરિંગ વિથ લૂંટ નો બનાવ સામે આવ્યો છે. જેમા આંગડિયા પેઢીના કર્મચારી ને માર મારી ફાયરીંગ કરી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે.. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. હર હંમેશ માટે અનેક લોકોની અવરજવર અને ભરચક વિસ્તાર એવા જમાલપુર વિસ્તારમાં સમી સાંજે ફાયરિંગ વિથ લુટ નો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

ડીસીપી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

જમાલપુર કાચની મસ્જિદ નજીક જમાલપુર થી ઝવેરી વાડ તરફ જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને એક શખ્સ લોખંડનો રોડ મારી તેમજ ફાયરિંગ કરી તેની પાસે રહેલ ત્રણ બેગમાંથી એક બેગ છીનવીને ફરાર થઈ ગયો છે. આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ડીસીપી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

કાલુપુર ઝવેરીવાડમાં આવેલ રામેશ્વર એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના કર્મચારીઓ જમાલપુર થી ઝવેરી વાડ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કાચની મસ્જિદ પાસે રોડ પર આ બનાવ બન્યો હતો. લૂંટારૂ એ આંગડિયા પેઢીના કર્મચારીને ચહેરાના વાગે લોખંડનો રોડ માર્યો હતો અને એક રાઉન્ડ હવામાં પણ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

બેગમાં અંદાજિત 28 લાખ જેટલી રકમ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે

આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસે કુલ ત્રણ બેગ હતી જેમાં રોકડ રકમ હતી. આંગડિયા પેઢીના બે કર્મી હતા અને લૂંટારું એકલો એક્ટિવા પર હતો.જે રોકડ પૈસા ભરેલી બેગ લઈને ભાગી જવામાં સફળ થયો છે. જેમાં કેટલા રૂપિયા હતા તેની પણ આંગડિયા પેઢીના માલિક દ્વારા કરાઈ કરવામાં આવી રહી છે.. જોકે આ બેગમાં અંદાજિત 28 લાખ જેટલી રકમ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આ લૂંટ કરનાર શખ્સ સીસીટીવી કેદ થઈ ગયો છે.

પોલીસે FSL મદદ લઈને તપાસ શરૂ કરી છે ત્યારે હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપી સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. જો કે મહત્વની બાબત તો એ છે કે આટલા ભરચક અને સાંકડા વિસ્તારમાં આ પ્રકારે લાખોની લૂંટ કરીને આરોપી બિન્દાસ ફરાર થઈ જાય છે.. જે એક ખૂબ જ ગંભીર બાબત છે.

આ પણ વાંચો : Video : શહેરોમાં હેલ્મેટના કાયદાનું સખ્તાઈથી પાલન કરાવવા હાઇકોર્ટનો આદેશ

Follow Us:
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">