ગરમીમાં તરસ છીપાવા તમે પણ પીવો છો કોલ્ડ ડ્રિંક, તો થઈ જજો સાવધાન!  

5 May, 2024 

Image - Socialmedia

ઉનાળામાં લોકો ગરમીથી રાહત મેળવા ઠંડા ડ્રિંક શોધે છે જેમાં બાળકો હોય કે મોટા, દરેકને કોલ્ડ ડ્રિંકનો સ્વાદ પસંદ હોય છે.

Image - Socialmedia

કોલ્ડ ડ્રિંક પીવાથી સારું લાગે છે, પરંતુ સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.

Image - Socialmedia

જો તમે ઠંડા પીણાના શોખીન છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. વધુ પડતું કોલ્ડ ડ્રિંક પીવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. 

Image - Socialmedia

કોલ્ડ ડ્રિંક્સમાં ખાંડ અને કેલરી સિવાય કોઈ પણ પોષક તત્વો હોતા નથી. મોટી માત્રામાં કૃત્રિમ ખાંડનો ઉપયોગ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે.

Image - Socialmedia

વધુ પડતું કોલ્ડ ડ્રિંક પીવાથી લીવર પર અસર થાય છે. આના કારણે નોન-આલ્કોહોલિક ફેટી લીવર થવાનું જોખમ વધે છે. 

Image - Socialmedia

ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે વધારે ખાંડ મગજને નુકસાન પહોંચાડે છે. ત્યારે તેનું સેવન કરવાથી તમને તેની ટેવ પડી શકે છે 

Image - Socialmedia

કોલ્ડ ડ્રિંક વધુ માત્રામાં પીવાથી પેટ પર ચરબી જમા થાય છે. ઠંડા પીણામાં ફ્રુક્ટોઝ જોવા મળે છે, જે પેટની આસપાસ ચરબીના રૂપમાં જમા થવા લાગે છે. તેનાથી હૃદય અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.

Image - Socialmedia

વધુ પડતા કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ શકે છે, આ સ્થિતિમાં બ્લડ શુગર વધી જાય છે. 

Image - Socialmedia

વધુ પડતું કોલ્ડ ડ્રિંક પીવાથી શરીરમાં વધારાની શુગર જમા થાય છે, જેનાથી સ્થૂળતા ઝડપથી વધે છે. 

Image - Socialmedia