મર્સિડીઝનું એન્જિન, શાનદાર ફીચર્સ… લોન્ચ થઈ Force Gurkha, કિંમત છે આટલી

નવી ફોર્સ ગુરખા માટેનું બુકિંગ 29મી એપ્રિલથી શરૂ થઈ ગયું છે. જેમાં રસ ધરાવતા ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા બુક કરાવી શકે છે. ફોર્સ મોટર્સનું કહેવું છે કે આ SUVની ટેસ્ટ ડ્રાઈવ આ સપ્તાહથી શરૂ કરવાની અને મહિનાના મધ્યથી ડિલિવરી કરવાની યોજના છે.

મર્સિડીઝનું એન્જિન, શાનદાર ફીચર્સ... લોન્ચ થઈ Force Gurkha, કિંમત છે આટલી
Force Gurkha
Follow Us:
| Updated on: May 05, 2024 | 5:44 PM

ફોર્સ મોટર્સે આખરે તેની SUV ફોર્સ ગુરખાને સંપૂર્ણપણે નવા અવતારમાં લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને પાવરફુલ એન્જિનથી સજ્જ કંપનીએ આ SUVને 5-ડોર અને 3-ડોર એમ બંને વેરિએન્ટમાં લોન્ચ કરી છે. નવી ફોર્સ ગુરખા માટેનું બુકિંગ 29મી એપ્રિલથી શરૂ થઈ ગયું છે.

ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા બુક કરાવી શકે છે. ફોર્સ મોટર્સનું કહેવું છે કે આ SUVની ટેસ્ટ ડ્રાઈવ આ સપ્તાહથી શરૂ કરવાની અને મહિનાના મધ્યથી ડિલિવરી કરવાની યોજના છે. કંપનીએ આ SUVમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે જે તેને પાછલા મોડલ કરતા વધુ સારી બનાવે છે.

THAR સાથે સ્પર્ધા કરશે

હાલમાં ફોર્સ ગુરખા મહિન્દ્રા થાર સાથે સીધી સ્પર્ધા કરશે. જો કે, થાર હાલમાં ફક્ત 3-ડોરના વેરિયન્ટમાં આવે છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં થાર 5-ડોર લોન્ચ કરવાની યોજના છે. THAR પેટ્રોલ એન્જિનમાં ટુ-વ્હીલ ડ્રાઇવ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે પણ ઉપલબ્ધ છે. જ્યારે ગુરખા માત્ર ડીઝલ મેન્યુઅલ અને સ્ટાન્ડર્ડ ફોર વ્હીલ ડ્રાઈવ (4WD) વેરિઅન્ટમાં આવે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

લૂક અને ડિઝાઇન

ડિઝાઇનની વાત કરીએ તો તેમાં ઘણા ફેરફારો સાથે નવી ફોર્સ ગુરખાને અલગ-અલગ કલરમાં લોન્ચ કરી છે. જેમાં લીલો, લાલ, સફેદ અને કાળા રંગનો સમાવેશ થાય છે. 5 ડોર વેરિઅન્ટ દેખાવ અને ડિઝાઇનની દ્રષ્ટિએ 3 ડોર વેરિઅન્ટ જેવું જ છે. જો કે તે સાઈઝમાં મોટી છે અને તેની કેબિનમાં સારી બેઠક ક્ષમતા સાથે વધુ જગ્યા છે.

પાવર અને પરફોર્મન્સ

ગુરખાની કેબિનમાં 9 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે વાયરલેસ કાર કનેક્ટિવિટી સિસ્ટમ સાથે આવે છે. કંપનીએ મર્સિડીઝ-બેન્ઝ પાસેથી મેળવેલા 2.6 લિટરની ક્ષમતાવાળા 4 સિલિન્ડર ડીઝલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 138 bhpનો મજબૂત પાવર અને 320 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. તેમાં ફોર-વ્હીલ ડ્રાઇવ (4X4) સિસ્ટમ છે.

ફીચર્સ

અન્ય સુવિધાઓમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટિલ્ટ અને ટેલિસ્કોપિક સ્ટીયરિંગ વ્હીલ, મેન્યુઅલ એસી, છત પર માઉન્ટ થયેલ એસી વેન્ટ્સ, તમામ દરવાજાઓમાં પાવર વિન્ડો શામેલ છે. ફોર્સ ગુરખાની સુરક્ષામાં પણ સુધારો થયો છે. તેમાં ડ્યુઅલ એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) છે.

ફોર્સ ગુરખા ફાઇવ-ડોર વેરિઅન્ટની શરૂઆતની કિંમત 18 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે અને થ્રી-ડોર વેરિઅન્ટની શરૂઆતની કિંમત 16.75 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો આવી ગઈ તારીખ…આ દિવસે લોન્ચ થશે વિશ્વની પ્રથમ CNG બાઇક

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">