Video : શહેરોમાં હેલ્મેટના કાયદાનું સખ્તાઈથી પાલન કરાવવા હાઇકોર્ટનો આદેશ
ગુજરાતના મોટા શહેરોમાં હેલ્મેટના કડક નિયમોનું પાલન ન થતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજીયાત છે. આમ છતાં મોટાભાગના લોકો હેલ્મેટ ન પહેરીને જીવનું જોખમ લઈને ફરી રહ્યાં છે
ગુજરાતના મોટા શહેરોમાં હેલ્મેટના કડક નિયમોનું પાલન ન થતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજીયાત છે. આમ છતાં મોટાભાગના લોકો હેલ્મેટ ન પહેરીને જીવનું જોખમ લઈને ફરી રહ્યાં છે. જેમાં હાઈકોર્ટે નોંધ્યું કે રાજ્ય સરકાર હેલમેટના કાયદાની યોગ્ય અમલવારી કરાવવામાં નિષ્ફળ રહી છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટને જ હેલ્મેટ મુદ્દે સ્વયં સંજ્ઞાન લેવાની જરૂર લાગી રહી છે.
મુખ્ય સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી છે કે રાજ્યમાં હેલમેટના કાયદાનું યોગ્ય અમલ કરવામાં આવશે
આ પૂર્વે પણ, અમદાવાદ સહિત રાજ્યમાં હેલ્મેટ પહેરવાના નિયમનો કડકાઈથી અમલ કરવા હાઇકોર્ટે તાકીદ કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચાલી રહેલ કન્ટેમ્પટ ઓફ કોર્ટની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને કહ્યું કે, હેલ્મેટના કાયદાનું કડકાઇથી પાલન કરાવો. લોકોની સુરક્ષા માટે હેલમેટના નિયમનું પાલન થવું જ જોઈએ. તેમજ શક્ય છે કે પોલીસ દ્વારા કડક પાલન કરાવવા જતા લોકો સાથે ઘર્ષણ થાય. પરંતુ પોલીસે તેની યોગ્ય તૈયારી રાખવી જોઈએ..આ મામલે મુખ્ય સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી છે કે રાજ્યમાં હેલમેટના કાયદાનું યોગ્ય અમલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે હેલમેટ વગર વાહન ચલાવનારા અને ટ્રાફિક નિયમો તોડતા પોલીસકર્મીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં નિયમો તોડતા પોલીસકર્મીઓને દંડ ફટકારવા અમદાવાદ પોલીસ કમિશનરે આદેશ આપ્યો . સાત દિવસ સુધી ચાલનારી આ ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત હેલમેટ પહેર્યા વગર આવતા-જતા પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.