ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડર માર્કેટયાર્ડમાં પુરવઠા વિભાગે દરોડો પાડવાને લઈ સરકારી અનાજની કાળાબજારી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો. પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી અને ચાર જેટલી પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસ ફરીયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના ઈડર માર્કેટયાર્ડમાં પુરવઠા વિભાગે દરોડો પાડવાને લઈ સરકારી અનાજની કાળાબજારી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો. પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી અને ચાર જેટલી પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસ ફરીયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
39 લાખ રુપિયાના સરકારી અનાજને બારોબાર જ કાળા બજારમાં વેચાણ કરવામાં આવતો હોવાનું ઝડપી લેવામાં આવ્યું હતું. આ મામલે ચાર પેઢીઓના સંચાલકો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ દરમિયાન હવે પીબીએમ એક્ટ હેઠળ પેઢી સંચાલક ચાર શખ્શોને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
કઈ જેલમાં મોકલાયા, જાણો
- મેમણ જાવેદ હાજી, ભારત એગ્રો, રાજકોટ જેલ
- શાહ મુકેશભાઈ, શાહ રતનલાલ પન્નાલાલ પેઢી, પોરબંદર જેલ
- મેમણ જાવેદ હનીફ, નેશનલ ટ્રેડર્સ, જૂનાગઢ જેલ
- મહમદ એઝાદ સફી, સહકાર ટ્રેડર્સ, ભુજ જેલ
આ પણ વાંચો: શેના આાધારે હવામાન નિષ્ણાંતો કરે છે આગાહી? જાણો પૂર્વાનુમાન કેવી રીતે થાય છે

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
