IPL 2024ની સીઝનમાં કોઈ ન કરી શક્યું તે સાણંદના ગુજરાતી ખેલાડીએ કર્યું, ધોનીને 0 પર બોલ્ડ કર્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં આજે ડબલ હેડર મેચ છે. પહેલી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાય રહી છે. જેમાં આઈપીએલ 2024માં કોઈ ટીમનો ખેલાડી ન કરી શક્યો તે એક ગુજરાતીએ કરી દેખાડ્યું,

IPL 2024ની સીઝનમાં કોઈ ન કરી શક્યું તે સાણંદના ગુજરાતી ખેલાડીએ કર્યું, ધોનીને 0 પર બોલ્ડ કર્યો
Follow Us:
| Updated on: May 05, 2024 | 5:42 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની આજે 53મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ધર્મશાળામાં રમાઈ રહી છે. જેમાં પંજાબ કિંગ્સના કેપ્ટન સૈમ કરને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંન્ને ટીમની આ સીઝનમાં બીજી ટક્કર છે. પહેલી વખત પંજાબે ચેન્નાઈને હાર આપી હતી.ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 10 માંથી 5 મેચ જીતી લીધી છે. તો પંજાબ કિંગ્સે 10 માંથી 4 મેચ જીતી લીધી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

T20 વર્લ્ડ કપ સામેલ ખેલાડી ખાતું પણ ખોલી શક્યો નહિ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. એક સમયે ચેન્નાઈનો સ્કોર આઠમી ઓવરમાં એક વિકેટે 69 રન હતો. આ પછી ટીમે 98 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી. T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદ થયેલ શિવમ દુબે સતત બીજી મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો.હર્ષલ પટેલે 19મી ઓવરમાં 2 બોલ પર શાર્દુલ ઠાકુર અને મહેન્દ્ર સિંહ ધોનીને ક્લીન બોલ્ડ કર્યો હતો. શાર્દુલ 17 રન બનાવી શક્યો હતો. તો ધોનીએ તો ખાતું પણ ખોલ્યું ન હતુ અને 0 પર પેવેલિયન પરત ફર્યો હતો.

સૌથી વધારે રન રવિન્દ્ર જાડેજાએ બનાવ્યા

આઈપીએલ 2024ની સીઝનમાં અત્યારસુધી કોઈ ન કરી શક્યું તે સાણંદના ગુજરાતી ખેલાડી હર્ષલ પટેલે કરી દેખાડ્યું હતુ. ધોની જ્યારે ક્રિઝ પર આવ્યો તો આખું સ્ટેડિયમમાં ધોનીના નામથી ગુંજી રહ્યું હતુ. ત્યારબાદ હર્ષલ પટેલના પહેલા જ બોલ પર ધોની આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ સ્ટેડિયમમાં બેસેલા પંજાબ કિંગ્સના ચાહકોએ બુમાબુમ કરી હતી.સૌથી વધારે રન રવિન્દ્ર જાડેજાએ બનાવ્યા  છે.તેમણે 26 બોલમાં 3 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 43 રન બનાવ્યા છે. ઋતુરાજ ગાયકવાડે 21 બોલમાં 32 રનની ઈનિગ્સ રમી હતી. રહાણે 9 રન, મોઈન અલી 17 રન,મિચેલ 11 રન , શાર્દુલ ઠાકુર 17 રન બનાવી આઉટ થયો હતો.

પંજાબ કિંગ્સ તરફથી રાહુલ ચાહર અને હર્ષલ પટેલે 3-3 વિકેટ લીધી હતી. તો અર્શદીપ સિંહને 2 વિકેટ મળી હતી. સૈમ કરનને એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો : IPL 2024 પર્પલ કેપના લિસ્ટમાં છે 2 ગુજરાતી ખેલાડી, ઓરેન્જ કેપમાં આ ખેલાડી છે આગળ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">