VIDEO : ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ, જાણો શું કહ્યું

ગુજરાતમાં એક તરફ ક્ષત્રિયોની રુપાલા અને ભાજપ તરફી નારાજગી અને બીજી તરફ આ જ મુદ્દે ક્ષત્રિયોને મનાવવાની ભાજપની કામગીરી ચાલી રહી છે આ બધાની વચ્ચે હવે હવે આચાર સંહિતા લાગુ પડવા જઈ રહી છે ત્યારે પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી એકવાર ક્ષત્રિય સમાજને અપીલ કરી છે

Kinjal Mishra
| Edited By: | Updated on: May 05, 2024 | 4:00 PM

લોકસભાની ચૂંટણીને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે ત્યારે હવે 7 તારીખે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે જેમાં ગુજરાતમાં મતદાન 7મી તારીખે થવાનું છે . ત્યારે ગુજરાતમાં એક તરફ ક્ષત્રિયોની રુપાલા અને ભાજપ તરફી નારાજગી અને બીજી તરફ આ જ મુદ્દે ક્ષત્રિયોને મનાવવાની ભાજપની કામગીરી ચાલી રહી છે . આ બધાની હવે આચાર સંહિતા લાગુ પડવા જઈ રહી છે ત્યારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી એકવાર ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. ગુજરાત ભાજપે PM મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવા અપીલ કરી છે.

ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

ભાજપના તમામ ક્ષત્રિય આગેવાનો ગુજરાત ભાજપે જણાવ્યું હતુ કે રૂપાલાના નિવેદનથી સમાજને જેટલો આઘાત લાગ્યો છે એટલો જ ભાજપના ક્ષત્રિય નેતાઓને પણ લાગ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કામોમાં દરેક સમાજની જેમ ક્ષત્રિય સમાજનું પણ યોગદાન રહેલું છે. ક્ષત્રિય સમાજ ગૌરવવંતી પરંપરા જાળવી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને જ સમર્થન આપે તેવી અપીલ કરવામાં આવી છે.

સનાતન ધર્મનું અપમાન કરનારને કેવી રીતે વોટ આપી શકે છે સમાજ ? : ભાજપ

ગુજરાત ભાજપે આ અંગે કહ્યું હતુ કે રામ મંદિરના વિધિવત આમંત્રણ છતાં પણ જે પાર્ટીના લોકો ન ગયા હોય તેમને ક્ષત્રિય સમાજ કેવી રીતે સમર્થન આપશે? સનાતન ધર્મનું નુકસાન કરી તૃષ્ટિકરણ કરનારને સમાજ કેવી રીતે સમર્થન આપશે. આ સાથે ભાજપે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે રાહુલ ગાંધીએ પણ રાજા રજવાડાઓનું અપમાન કર્યું અને માફી પણ માંગી નથી જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખે પણ રૂપાલા એ તેમના નિવેદન મામલે ત્રણથીવધુ વાર  માફી માંગી છે. ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે પણ બે હાથ જોડી ક્ષત્રિયોને વિનંતિ કરી હતી. આવા સમયે ક્ષમા વીરસ્ય ભૂષણમની પરંપરા સાર્થક કરવાનો આ અમૂલ્ય અવસર છે. આથી ભૂલોને માફ કરી દેશહિતમાં વિચારજો.

Follow Us:
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">