Video : ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, બે અઠવાડિયામાં 1026 વ્યાજ ખોર વિરુદ્ધ ગુનો દાખલ

ગુજરાતમાં  ગૃહ વિભાગે વ્યાજખોરો સામે જોરદાર તવાઈ બોલાવી છે..ગુજરાતમાં પાછલા બે અઠવાડિયામાં 1026 વ્યાજખોરો સામે ગુના દાખલ થયા છે.ગુજરાતમાં 16 જાન્યુઆરી સુધીમાં પોલીસ દ્વારા 1288 લોક દરબાર યોજાય છે, જેમાં 622 FIR દાખલ થઈ છે. તો 635 વ્યાજખોરોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 5:30 PM

ગુજરાતમાં ગૃહ વિભાગે વ્યાજખોરો સામે જોરદાર તવાઈ બોલાવી છે.ગુજરાતમાં પાછલા બે અઠવાડિયામાં 1026 વ્યાજખોરો સામે ગુના દાખલ થયા છે.ગુજરાતમાં 16 જાન્યુઆરી સુધીમાં પોલીસ દ્વારા 1288 લોક દરબાર યોજાય છે, જેમાં 622 FIR દાખલ થઈ છે. તો 635 વ્યાજખોરોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે.રાજ્યમાં બેફામ વ્યાજ ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસે સુરક્ષા કવચ આપ્યું છે. અનઅધિકૃત વ્યાજખોરીનો વ્યવસાય કરીને નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસ સુરક્ષા કવચ આપી રહી છે.

વ્યાજખોરીનો ધંધો કરતા પોલીસ અધિકારીઓ સામે પણ તપાસના આદેશ આપ્યા

રાજ્યમાં ઠેર-ઠેર યોજાયેલા પોલીસના લોક દરબારમાં કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારી વિરૂદ્ધ નનામી ફરિયાદો મળી છે. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ વ્યાજ ખોરીનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગૃહ વિભાગે વ્યાજખોરીનો ધંધો કરતા પોલીસ અધિકારીઓ સામે પણ તપાસના આદેશ આપ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી રહ્યું છે ત્યારે કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી પોલીસ રાખી રહી છે.

વિવિધ જિલ્લામાં પોલીસની અસરકારક કામગીરી

રાજ્યભરમાં અનધિકૃત વ્યાજખોરો કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે પંચમહાલ પોલીસે ફરિયાદને આધારે એવા વ્યાજખોર સામે કાર્યવાહી કરી છે જેને રૂ.2.70 લાખની સામે વ્યાજ સાથે રૂ.6.87  લાખ લઈ લીધા, તો પણ વધારાના રૂ.11.28 લાખ લેવા માટે પઠાણી ઉઘરાણી ચાલુ રાખીને અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહિ, વ્યાજખોરે અરજદાર પાસેથી પડાવી લીધેલી આઇ-10 ગ્રાન્ડ ગાડી પણ રિકવર કરી પંચમહાલ પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">