Dwarka News : RBIમાં જમા 48 હજાર કરોડ રુપિયા છોડાવાની લાલચે ઠગાઈનો પ્રયાસ ! 2 આરોપીની ધરપકડ, જુઓ Video
રિઝર્વ બેન્કમાં જમા રૂપિયા 48 હજાર કરોડને છોડાવવા તોતિંગ રકમનું કમિશન આપવાની લાલચે ઠગાઈનો પ્રયાસ કરનારની 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખંભાળિયાના વચલા બારા ગામમા રહેતા એક શખ્સના રૂપિયા 48 હજાર કરોડ રિઝર્વ બેન્કમાં જમા હોવાનું કહ્યું હતું.
રિઝર્વ બેન્કમાં જમા રૂપિયા 48 હજાર કરોડને છોડાવવા તોતિંગ રકમનું કમિશન આપવાની લાલચે ઠગાઈનો પ્રયાસ કરનારની 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખંભાળિયાના વચલા બારા ગામમા રહેતા એક શખ્સના રૂપિયા 48 હજાર કરોડ રિઝર્વ બેન્કમાં જમા હોવાનું કહ્યું હતું. આ રૂપિયાને છોડાવવા માટે ભરવાના થતા ટેક્સમાં ફંડિંગ બદલ માટે રૂપિયા રોકાણ કરવા 15% કમિશન ટેક્સ ભરવાનું કહી લાલચ 2 આરોપીઓએ આયોજનબદ્ધ રીતે ઠગાઈ પ્લાન બનાવ્યો હતો.
પોલીસે 2 આરોપીની કરી અટકાયત
આરોપીઓએ રૂપિયા 48 હજાર કરોડ જમા રકમને છોડાવવા માટે ટેક્સ ભરનારને ચોક્કસ ટકાવારીનો હિસ્સો અપાશે તેવી અલગ અલગ વ્યક્તિઓ સાથે મિટિંગ ગોઠવી હતી. SOG પોલીસે આ અંગે માહિતી મળતા આરોપી ઋતુરાજસિંહ સોઢા અને અન્ય એક આરોપી માધવ વ્યાસની અટકાયત કરી અન્ય 2 સંડોવાયેલ શખ્સોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
Latest Videos