ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી ઉર્દૂ લખાણને દૂર કરવામાં આવ્યું
ગુજરાત યુનિવર્સિટીમાં ઘર્ષણના વિવાદ બાદ કેમ્પસમાં ઉર્દૂ ભાષામાં લખવામાં આવેલા લખાણને દૂર કરવામાં આવ્યા છે. લખાણ પર કલરનો હવે કૂચડો ફેરવી દેવામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસરે પણ સૂચનાઓ જારી કરી છે કે, કેમ્પસમાં કોઇ પણ પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આ ના આવે. વિદેશી વિદ્યાર્થીઓને માટે પણ પરિપત્ર જારી કરવામાં આવેલ છે અને જેનું પાલન કરવામાં આવી રહ્યુ છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ઘર્ષણના વિવાદ બાદ હવે ઉર્દૂ ભાષામાં લખવામાં આવેલા લખાણને પણ કેમ્પસમાંથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કેમ્પસમાં ઉર્દૂ ભાષામાં લખાણ દિવાલ પર લખવામાં આવેલ અને જેને હવે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: નેશનલ ડિફેન્સ કોલેજ સહિત ચાર દેશના અધિકારીઓ પ્રાંતિજ પહોંચ્યા, આ વિષયની મેળવી માહિતી, જુઓ
વિદેશી વિદ્યાર્થીઓ માટે પણ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે અને જેનું પાલન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે મુજબ કેમ્પસમાંથી લખણ દૂર કરવામાં આવી છે. આ સાથે જ કેમ્પસમાં કોઇ જ ધાર્મિક પ્રવૃત્તિ નહીં કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. કેમ્પસમાં હવે પૂર્વ આર્મી મેન પણ સિક્યુરિટી માટે મુકવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 20, 2024 05:15 PM
Latest Videos