Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સરકારે 8 રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે કર્યા MoU, 4500થી વધુ લોકોને મળશે રોજગાર

આ સંદર્ભમાં જે MoU થયા છે તેમાં અમદાવાદ મહાનગરમાં 4 પ્રોજેક્ટસમાં રૂ. 6601 કરોડના સંભવિત રોકાણો આવશે. એટલું જ નહીં, સુરતમાં રૂ. 450 કરોડના અને વડોદરામાં રૂ. 410 કરોડના રોકાણો માટેના MoU કરવામાં આવ્યા છે. આ MoU સાઈનીંગ અવસરે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, મુખ્ય સચિવ રાજકુમાર તથા ઉદ્યોગ અને શહેરી વિકાસ સહિતના વિભાગોના વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સરકારે 8 રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે કર્યા MoU, 4500થી વધુ લોકોને મળશે રોજગાર
Gujarat government signed MoU with 8 real estate developers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2023 | 2:43 PM

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી સીરીઝના પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે. રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા MoU વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં 39 MoU રૂ. 18486 કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ શૃંખલામાં આગળ વધતા રાજ્યમાં સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગે પણ વાઇબ્રન્ટ સમિટ પૂર્વાર્ધ રૂપે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે મહત્વપૂર્ણ MoU આ સપ્તાહે યોજયેલી કડીમાં કર્યો છે.

7459.68 કરોડના MoU કરવામાં આવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 8 જેટલા ડેવલપર્સ દ્વારા રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરમાં કોમર્શિયલ પ્રોજેક્ટસ, કોમર્શિયલ એન્‍ડ રેસીડેન્સીયલ પ્રોજેક્ટસ માટે કુલ રૂ. 7459.68 કરોડના MoU શહેરી વિકાસ વિભાગ સાથે કરવામાં આવ્યા છે.

Mosquitoes Bite: કયા લોકોને મચ્છર સૌથી વધારે કરડે છે અને કેમ? જાણો કારણ
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?

આ પ્રોજેક્ટસ પર સત્વરે કામ શરૂ થશે અને સંભવત 2026થી 2028 સુધીમાં પૂર્ણ થશે એટલું જ નહિ તેમાં અંદાજે 4750 જેટલા લોકોને રોજગાર અવસર મળવાની સંભાવના છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે અનેક મોટા રોકાણો તથા ઔદ્યોગિક પ્રોજેક્ટસ આવ્યા છે.

આના પરિણામે રાજ્યના મહાનગરોમાં વર્લ્ડક્લાસ સુવિધાઓ વિકસે તથા અન્ય કોમર્શિયલ અને રેસીડેન્સીયલ ફેસેલીટીઝ પણ સમયની માંગ અનુરૂપ અદ્યતન બને તેવી અપેક્ષાની આપૂર્તિ માટે મ્યુનિસિપલ સંસ્થાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે થયેલા આ MoU નિર્ણાયક બની રહેશે.

તદઅનુસાર, મોટી ઈમારતો અને લાર્જ સ્કેલ હાઉસીંગ પ્રોજેક્ટસના નિર્માણ ક્ષેત્રે અનુભવી ડેવલપર્સ અને બાંધકામ ઉદ્યોગની તજજ્ઞતાનો લાભ રાજ્ય સરકારને મળશે. સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, હાઉસીંગ સેક્ટર સહિતના સસ્ટેઇનેબલ અર્બન ડેવલપમેન્ટથી મોટા પાયે રોજગારીનું સર્જન પણ આવા પ્રોજેક્ટસ કાર્યરત થતાં થઈ શકશે.

આ પણ વાંચો: Breaking News : ST બસમાં મુસાફરી કરનારાઓને ટિકિટ માટે નહીં રહે છુટ્ઠાની મગજમારી, વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યના પાંચ મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં સ્કાયરાઇઝ બિલ્ડીંગ્સ, 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઈમારતોના નિર્માણ માટે બાંધકામ નિયમોમાં 2020માં વિશેષ જોગવાઈઓ દાખલ કરેલી છે. આના પરિણામ રૂપે આ મહાનગરોમાં જમીનોના મહત્તમ ઉપયોગ સાથે સંપૂર્ણ કોર્પોરેટ બિલ્ડિંગ્સ અને ઉંચા કોમર્શિયલ પ્રોજેક્ટસ શરૂ થવા જઈ રહ્યા છે.

આ સંદર્ભમાં જે MoU થયા છે તેમાં અમદાવાદ મહાનગરમાં 4 પ્રોજેક્ટસમાં રૂ. 6601 કરોડના સંભવિત રોકાણો આવશે. એટલું જ નહીં, સુરતમાં રૂ. 450 કરોડના અને વડોદરામાં રૂ. 410 કરોડના રોકાણો માટેના MoU કરવામાં આવ્યા છે. આ MoU સાઈનીંગ અવસરે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, મુખ્ય સચિવ રાજકુમાર તથા ઉદ્યોગ અને શહેરી વિકાસ સહિતના વિભાગોના વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
g clip-path="url(#clip0_868_265)">