રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી 250 બેડની IPD બિલ્ડિંગનું લોકાર્પણ કરવાના છે. આ સાથે રાજ્યની સૌપ્રથમ એઈમ્સમાં IPD સેવાને પ્રારંભ થશે. આ IPDમાં 14 જેટલી બીમારીઓની સારવાર થશે. હવે દર્દીઓને OPDની સાથે એડમિટ કરવાની સુવિધાઓ પણ મળશે 

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2024 | 11:53 PM

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ કરાશે. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી 250 બેડની તૈયાર IPDનું લોકાર્પણ કરશે. ત્યારે હાલ એઇમ્સ ખાતે તડામાર તૈયારીઓ કરાઈ છે. આ સાથે દેશભરમાં કાર્યરત 23 AIIMS પૈકી માત્ર રાજકોટ અને ભુવનેશ્વર એઇમ્સને કન્ટેનર હોસ્પિટલ પ્રયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

IPD સેવા શરૂ થતાની સાથે જ દર્દીઓને સારી સારવાર મળી રહેશે. 15 જેટલી સ્પેશિયાલિસ્ટ સારવારનો પણ સમાવેશ કરાશે. એઇમ્સમાં ખૂબ નજીવા દરે દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. હજુ એઈમ્સનું સંપૂર્ણ કામ પૂર્ણ થતાં સમય લાગશે. જ્યારે આ પછી નજીકના સમયમાં તબક્કાવાર મલ્ટિસ્પેશિયાલિટી સારવાર સહિત કુલ 23 જેટલી સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી બે દિવસની ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્રને આપશે વિકાસકામોની વણઝાર- જુઓ વીડિયો

રાજકોટના પરાપીપળિયા ગામે રૂપિયા 1200 કરોડથી વધુના ખર્ચે એઈમ્સ આકાર લઈ રહી છે. OPD બાદ હવે IPD સેવા શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી IPD સેવા સાથે રાજકોટ AIIMSનું લોકાર્પણ કરશે. આ માટે ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ સહિત સ્ટાફ પણ તૈયાર કરી દેવાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">