AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“પ્રિવેડીંગ આપણે ત્યાં હતુ જ નહીં, આ તો દેખાદેખીમાં આવ્યુ”- પરશોત્તમ રૂપાલાએ લગ્નોમાં થતા ખોટા ખર્ચા સામે કરી ટકોર

લગ્નપ્રસંગોમાં થતા કારણ વગરના ધૂમ ખર્ચા સામે સાંસદ પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર ટકોર કરી છે. આ વખતે રૂપાલાએ પ્રિવેડીંગ પ્રથા સામે તેમની નારાજગી દર્શાવતા કહ્યુ કે પ્રિવેડિંગની જરૂરિયાત જ ન હતી. આ તો દેખાદેખીમાં બધુ આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2026 | 8:43 PM
Share

સિદસર ઉમિયાધામમાં આયોજિત કડવા પાટીદાર સમાજના સામાજિક સંમેલનમાં પરશોત્તમ રૂપાલાએ સમાજને અનેક મુદ્દે ટકોર કરી. સમાજમાં કેટલાક એવા રિવાજો છે જે સમાજમાં અગાઉ ક્યાંય હતા જ નહીં અને તેની જરૂરિયાત પણ નથી પરંતુ દેખાદેખીમાં આવી ગયા છે. સમાજની લગ્ન વ્યવસ્થા સામે પરશોત્તમ રૂપાલાએ ટકોર કરી. રૂપાલાએ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી પ્રિવેડીંગ પ્રથા સામે નારાજગી વ્યક્ત કરી કે પ્રિવેડીંગની જરૂરિયાત જ ન હતી. આ તો દેખાદેખીમાં આવ્યુ છે. દેખાદેખીમાં શરૂ થયેલી વસ્તુઓ બંધ પણ નથી નથી.

“કોરોનામાં લોકો કેવા એક ગાડીમાં જઈ પરણી ગયા હતા?”

કોરોનાકાળને યાદ કરતા રૂપાલાએ ટકોર કરી કે એ સમયે કેમ લોકો એક ગાડીમાં પણ પરણી જતા હતા. અત્યારે જેટલા રૂપિયામાં લગ્નનો એલ્બમ બને છે એટલા રૂપિયામાં તો લગ્ન થઈ જતા હતા. જુના રીત રિવાજો ક્યાં જતા રહ્યા. સમાજ જો ચેતશે નહીં તો પ્રાણીઓ જેવી હાલત થશે.

“જૂના રીત રિવાજો ક્યાં જતા રહ્યા?”

સમાજના પ્રાણ પ્રશ્ન ગણાતા દીકરીઓ મળતી નથી જેવા મુદ્દે પણ રૂપાલાએ ખુલીને તેમની આગવી શૈલીમાં ચર્ચા કરી. તેમણે ટકોર કરી હતી કે આજકલ માતાપિતા દીકરીઓને ગામડામાં કે સંયુક્ત કુટુંબમાં પણ દેવા નથી માગતા. જે ખૂબ જ અયોગ્ય છે.

“દેખાદેખીમાં શરૂ થયેલી વસ્તુઓ બંધ પણ નથી થતી”

રૂપાલાએ કહ્યુ આજકાલ શોપિંગ જેવા મુદ્દાઓ પર ડિવોર્સ થઈ જાય છે. જ્યારે પહેલાના જમાનામાં કુટુંબના વડીલો જ ખરીદી કરતા હતા. આ તકે રૂપાલાએ બહેનોને પણ વિનંતી કરી અને કહ્યુ કે મારી બહેનોને વિનંતિ છે કે જરૂરિયાત પુરતી જ શોપિંગ કરો. આવી શોપિંગની પ્રથા આપણે ત્યાં હતી જ નહીં.

ભાજપના ગઢ ગણાતા વડોદરાની મુલાકાતે આવશે રાહુલ ગાંધી, આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં આપશે હાજરી

Follow Us
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">