AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આવતીકાલે રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં કરશે સંવાદ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખોનુ એલાન નથી થયુ એ પહેલા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત ઘણી સૂચક ગણાઈ રહી છે. રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરા પહોંચશે અને આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં સામેલ થશે.

Breaking News: આવતીકાલે રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં કરશે સંવાદ
| Updated on: Mar 22, 2026 | 9:32 PM
Share

લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. આ વખતે રાહુલ ગાંધી ભાજપના અભેદ ગઢ ગણાતા વડોદરાની મુલાકાત લેવાના છે. અહીં 23 માર્ચે રાહુલ ગાંધી પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરશે અને આદિવાસી સમાજના લોકો સાથે વિશેષ સંવાદ કરશે. રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત ઘણી મહત્વની મનાઈ રહી છે કારણ કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતને આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીનો વડોદરામાં આધિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમ ઘણો મહત્વનો ગણાઈ રહ્યો છે.

રાહુલ ગાંધીના વડોદરા કાર્યક્રમની રૂપરેખા

વડોદરામાં કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી એકપણ ચૂંટણી જીતી શકી નથી. પરંતુ આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસની હજુ પણ સારી એવી ઉપસ્થિતિ જળવાઈ રહી છે. જેમા છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા જેવી જિલ્લાઓ મેઈન છે. ત્યારે કોંગ્રેસના નવા સંગઠન બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોંગ્રેસ માટે પ્રથમ પરીક્ષા હશે. વડોદરામાં કોંગ્રેસની કમાન ઋત્વિક જોષી સંભાળી રહ્યા છે. તેમને નવી બોડીમાં બીજીવાર શહેર કોંગ્રેસ પ્રમુખના પદ પર રિપીટ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની આ મુલાકાત દરમિયાન 23 માર્ચે વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા તેઓ આદિવાસી અધિકારો અને તેમના હિતો અંગે આદિવાસી લોકો સાથે સંવાદ કરવાના છે. ગુજરાતના આદિવાસી સમાજના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે કસી કમર

રાહુલ ગાંધીનો કાર્યક્રમ નક્કી થયા બાદ પ્રદેશ કોંગ્રેસની ટીમો તૈયારીઓમાં લાગી ગઈ છે. રાહુલ ગાંધી બહુ લાંબા સમય બાદ વડોદરા આવી રહ્યા છે. આ પહેલા તેઓ સૌરાષ્ટ્રમાં જુનાગઢની મુલાકાતે આવ્યા હતા. જેમા તેમણે જિલ્લા અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા. રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત એટલે પણ મહત્વની ગણાઈ રહી છે કારણ કે છેલ્લા થોડા વર્ષોમાં આમ આદમી પાર્ટીએ પણ આદિવાસી બેલ્ટમાં તેની પકડ મજબૂત કરી છે. ત્યારે રાહુલ ગાંધી ટ્રાયબલ વોટબેંકને સાધવાનો પ્રયાસ કરતા જોવા મળશે.

હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે, જે 25 માર્ચના રોજ પૂર્ણ થઈ રહ્યુ છે. ત્યારે ચર્ચા એવી છે કે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ 26 માર્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનું શેડ્યુલ જાહેર કરી શકે છે. ગુજરાતની તમામ 6 મહાનગરપાલિકાઓમાં વર્ષ 2021માં ચૂંટણીઓ યોજાઈ હતી. તે સમયે આમ આદમી પાર્ટીએ સુરતથી ભાજપના ગઢમાં ગાબડુ પાડવામાં સફળ રહી હતી.

Input Credit- Anjali Ojha- Vadodara

કોણ છે કુર્દ લડવૈયાઓ જેનાથી ઈરાન ફફડે છે, પહાડના આ યૌદ્ધાઓ સાથે ડીલ કરીને શું ટ્રમ્પ દબાવશે ઈરાનની દુખતી રગ

Follow Us
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">