Rajkot Rain : ભારે વરસાદ બાદ ઓસમ ડુંગર પરનો ધોધ થયો જીવંત, અનેક પ્રવાસીઓ અટવાયા, જૂઓ Video

અતિભારે વરસાદના કારણે ઓસમ ડુંગર પર અનેક પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. કેટલાક પ્રવાસીઓ ડ઼ુંગર પર આવેલા તપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં ડુંગરનો ધોધ (Water fall) પડતો હોવાથી દર્શનાર્થીઓ ફસાઈ ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 9:59 AM

Rajkot : રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગઇકાલે ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. ખાસ કરીને ધોરાજી તાલુકાના પાટણવાવમાં મેઘો મુશળધાર વરસ્યો છે. અતિભારે વરસાદના કારણે ઓસમ ડુંગર પર અનેક પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. કેટલાક પ્રવાસીઓ ડ઼ુંગર પર આવેલા તપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં ડુંગરનો ધોધ (Water fall) પડતો હોવાથી દર્શનાર્થીઓ ફસાઈ ગયા હતા. ધોધ પડી રહ્યો હોવાના કારણે લોકોને નીચે આવવામાં મુશ્કેલી પડી રહી હતી. મહત્વનું છે કે પાટણવાવમાં 2 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે પ્રવાસીઓ ફસાઇ ગયા હતા.

આ પણ વાંચો- Breaking News : અમદાવાદના સાણંદ સર્કલ ઓવરબ્રિજ નીચે સુતેલા વ્યક્તિ પર ગાડી ચઢાવી દેતા મોત, જુઓ Video

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">