Monsoon 2024 : ગુજરાતના આ જિલ્લાઓમાં આજે જોવા મળશે મેઘ તાંડવ, જાણો કયાં ક્યાં અપાયુ ઓરેન્જ એલર્ટ, જુઓ Video
રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક સ્થળો પર પાંચથી સાત ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ વરસાદથી તરબોળ થયા છે અને હજુ પણ ગુજરાતમાં વરસાદ યથાવત્ રહી શકે છે. હવામાન વિભાગે આજે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યુ છે.

હવામાન વિભાગની આગાહી છે કે આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
હવામાન વિભાગની આગાહી છે કે હાલ જે પરિસ્થિતિ છે તેવી જ રહે તો નવરાત્રિમાં બહુ ઓછો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ જોવા મળશે. નવરાત્રિમાં ધોધમાર વરસાદની હાલ તો કોઇ શકયતાઓ નથી.