Gujarat Flood: કેન્દ્ર સરકારે પુર અસરગ્રસ્ત ગુજરાત સહિત 3 રાજ્યો માટે સહાયની કરી જાહેરાત, ગુજરાતને આપ્યા આટલા કરોડ
કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)માંથી ગુજરાત, મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને 675 કરોડ રૂપિયાને રિલીઝને મંજૂરી આપી છે. આ વર્ષે ભારત સરકારે SDRFમાંથી 21 રાજ્યોને 9044.80 કરોડ રૂપિયા, રૂ. NDRF તરફથી 15 રાજ્યોને રૂપિયા 4528.66 કરોડ રૂપિયા આપ્યા છે.
થોડા દિવસો પહેલા ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમો (IMCTs) પૂરથી અસરગ્રસ્ત આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુરમાં નુકસાનના સ્થળ પર જ મૂલ્યાંકન માટે નિયુક્ત કરવામાં આવી હતી, જેમને સ્થળ પરીક્ષણ તથા સર્વે માટે અલગ અલગ રાજ્યોની મુલાકાત લીધી હતી.
3 રાજ્યોમાં સર્વે રિપોર્ટ આવતા રાહત પેકેજ જાહેર કરાયા
કેન્દ્ર સરકારે પુર અસરગ્રસ્ત ગુજરાત સહિત 3 રાજ્યો માટે સહાયની કરી જાહેરાત કરી છે, જેમાં મણિપુર ને 50 કરોડ, ત્રિપુરા ને 25 કરોડ સહાય અને ગુજરાતને 600 કરોડની સહાયની જાહેરાત કરી છે.
15 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે કેન્દ્રીય ટિમ ગુજરાતની પણ મુલાકાતે હતી. ગુજરાતમાં વડોદરા સહિત 14 જિલ્લાઓ જે પુર અસરગ્રસ્ત હતા, ત્યાં નુકસાનીનો સર્વે કરાયો હતો. રાજ્ય દ્વારા અંદાજીત 900 કરોડના નુકસાન અંગે ટીમ ને જણાવવામાં આવ્યું હતું. જેમાંથી 600 કરોડની રાહત મંજુર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારત સરકારે SDRFમાંથી 21 રાજ્યોને 9044.80 કરોડ રૂપિયા, રૂ. NDRF તરફથી 15 રાજ્યોને રૂપિયા 4528.66 કરોડ અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (SDMF) તરફથી 11 રાજ્યોને રૂપિયા 1385.45 કરોડની સહાય રિલીઝ કરી છે.