સોમનાથ ખાતે નવેમ્બર મહિનામાં યોજાશે ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન બેઠક
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે, આગામી 21-22-23 નવેમ્બરે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન બેઠક યોજાશે. આ ચિંતન બેઠકમાં અનેક વિષયો પર ચિંતન કરવામાં આવશે. ગયા વર્ષે મે મહિનામાં કેવડિયા કોલોની ખાતે ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન બેઠક યોજાઈ હતી.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની 21 નવેમ્બરથી ત્રીદિવસીય ચિંતન બેઠક સોમનાથ ખાતે યોજાશે. ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, સચિવ, ઉચ્ચ અધિકારીઓ આ ચિંતન બેઠકમાં હાજર રહેશે. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ 21-22-23 નવેમ્બરે ચિંતન બેઠકનું આયોજન કરાયું છે. ગત વર્ષે મે મહિનામાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. 19 થી 21 મે દરમિયાન કેવડિયા કોલોની ખાતે ચિંતન શિબિર યોજાઈ હતી. સોમનાથ ખાતે યોજાનાર ચિંતન શિબિરમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરાશે તેના પર કરીએ એક નજર.
- આરોગ્ય પોષણ
- શહેરીકરણ અને માળખાગત વિકાસ
- સરકારી કર્મચારીઓ માટે તાલિમ અને ક્ષમતા નિર્માણ
- ગ્રામ્ય વિસ્તારોમાં અને ક્ષમતા નિર્માણ
- શિક્ષણમાં ગુણાત્મક સુધારો
આ સિવાય સિસ્ટનેબલ ડેવલોપમેન્ટને લઈ અલગથી ચિંતન શિબિરમાં ચર્ચા કરાશે. જેમાં ખાસ કરીને સિસ્ટનેબલ ડેવલોપમેન્ટ માટે 10 મુદ્દાઓ પર એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે, જેમાં કોમ્યુનિટી એકશન પ્લાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુપોષણ નિવારણ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, ખોરાક અને પોષણમાં વિવિધતા, ગ્રામ્ય કક્ષાએ જરૂરી દવાઓની ઉપલબ્ધી, નવજાત બાળકોની કાળજી માટે ઘરગથ્થું ઉપાયો, બાળકોનું સંપૂર્ણ અને અસરકારક રસીકરણનો સમાવેશ થશે
મહત્વનું છે કે ગત વર્ષ ચિંતન શિબિરમાં શિક્ષણ અને આરોગ્ય પર સૌથી વધુ ચર્ચા થઈ હતી સાથે જ બન્ને વિભાગોની કામગીરીમાં જણાયેલ ક્ષતિ અને કેવી રીતે તેને દૂર કરી શકાય એની પર ચર્ચા કરવામાં આવી હતી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
