Gandhinagar : નવરાત્રીમાં વિધર્મીઓના ગરબામાં પ્રવેશ પર પ્રતિબંધ, બજરંગ દળની 10 ટીમ રહેશે કાર્યરત, જુઓ Video

નવરાત્રીના તહેવારની હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગઇકાલે ગાંધીનગરમાં ગરબાના આયોજકો અને બજરંગ દળના કાર્યકરોની બેઠક મળી હતી. જેમાં વિધર્મીઓને ગરબામાં પ્રવેશ નહીં કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2024 | 2:51 PM

નવરાત્રીના તહેવારની હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગઇકાલે ગાંધીનગરમાં ગરબાના આયોજકો અને બજરંગ દળના કાર્યકરોની બેઠક મળી હતી. જેમાં વિધર્મીઓને ગરબામાં પ્રવેશ નહીં કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  સાથે જ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ પણ આ નિર્ણયમાં સમર્થન આપ્યુ છે.

માતાજીની આરાધના અને હિન્દુઓ માટે આસ્થાના પ્રતિક સમાન નવરાત્રીના ગરબાના આયોજન અંગે બજરંગ દળના કાર્યકરોએ ગરબા આયોજકો સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. ગાંધીનગરમાં નવરાત્રી દરમિયાન બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ગરબાના સ્થળ પર તપાસ કરશે..અને જો કોઈ વિધર્મી ગરબામાં પ્રવેશ કરશે તો અટકવશે..બજરંગ દળની 10 જેટલી ટીમો નવરાત્રી દરમિયાન કાર્યરત રહેશે. ઉપરાંત ગરબામાં પ્રવેશ આપતા પહેલા તિલક અને ગૌમુત્રનો છંટકાવ કરવામાં આવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">