Rain News : વડોદરામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, એક જર્જરિત ઇમારત ધરાશાયી, જુઓ Video

પૂરમાંથી માંડ બહાર નીકળતાની સાથે ફરી વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. 3 દિવસથી વરસાદની આગાહીના પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરના રાવપુરા, એમ.જી.રોડ, પાણીગેટ, ગોત્રી, ગોરવામાં વરસાદી માહોલ જામ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2024 | 5:02 PM

પૂરમાંથી માંડ બહાર નીકળતાની સાથે ફરી વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. 3 દિવસથી વરસાદની આગાહીના પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરના રાવપુરા, એમ.જી.રોડ, પાણીગેટ, ગોત્રી, ગોરવામાં વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી બાજુ વરસાદ પડતાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની શરુઆત થઈ છે. તો સાથે ભારે વરસાદના પગલે જેતલપુર, નટરાજ, અલકાપુરી ગરનાળું બંધ થયુ છે.

વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

બીજી તરફ વડોદરાના પાદરામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ફુલબાગ, જગાતનાકા, નવા એસટી ડેપો, જાસપુર રોડ પાણી ફરી વળ્યા છે. કોઠી ફળિયા વિસ્તાર, આંબેડકર સર્કલ, પાણીની ટાંકી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. પાદરા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લુના જાસપુર, મહુવડ, ઘાયજ, ગોરીયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સરસવની, હુસેપુર, કોઠવાડા, વીરપુરમાં પણ વરસાદ વરસ્યો છે.

જર્જરિત ઇમારત ધરાશાયી

આ તરફ વડોદરામાં વધુ એક જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. મરીમાતાના ખાંચામાં એક માળ ધરાવતી જર્જરિત ઈમારત ધરાશાયી થઈ છે. ઇમારત ધરાશાયી થતાં નીચે રહેલા વાહનોને નુકસાન થયુ છે. પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.

Follow Us:
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">