Rain Data : છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખંભાળિયામાં 18 ઈંચથી વરસાદ ખાબક્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ધમરોળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખંભાળિયામાં જળપ્રલય જેવી સ્થિતિ જોવા મળી છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 18 ઈંચથી વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ધમરોળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખંભાળિયામાં જળપ્રલય જેવી સ્થિતિ જોવા મળી છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 18 ઈંચથી વરસાદ ખાબક્યો છે. તેમજ જામનગરમાં 16 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો આ તરફ જામજોધપુરમાં 13 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જામનગરના લાલપુરમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ખંભાળિયામાં જળપ્રલય જેવી સ્થિતિ !
પોરબંદરના રાણાવાવમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. તો જામનગરના કાલાવડમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના લોધિકામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટ શહેરમાં 9.6 ઈંચ વરસાદ વરસ્યો છે.
આ તરફ જામનગરના ધ્રોલમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોરાજી, જામકંડોરણા, ગોંડલમાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. કુતિયાણા અને જોડિયામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. 5 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 15 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 27 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 84 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.