Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીના વ્યારામાં 8.5 ઈંચ વરસાદ, જુઓ Video
ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. ગુજરાતમાં 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી પણ અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તોફાની વરસાદ વરસ્યો છે. સૌથી વધુ તાપીના વ્યારામાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના સોનગઢમાં 6.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. વિસાવદરમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના ઘોઘામાં 6 ઈંચ વરસાદ, વલસાડના વાપીમાં 4 ઈંચથી વધુ વરસાદ, વલસાડમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે.
ભાવનગરમાં 3.9 ઈંચ વરસાદ, ભાવનગરના શિહોરમાં 3.9 ઈંચ વરસાદ, 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 18 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, 45 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
Latest Videos
Latest News