આજનું હવામાન : રાજ્યના કેટલાક વિસ્તારમાં પડશે વરસાદી ઝાપટા, જાણો રક્ષાબંધનના દિવસે કેવો રહેશે માહોલ, જુઓ Video
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તે અંગ આગાહી કરી છે. આ સાથે જ જણાવ્યુ છે કે રક્ષાબંધનના દિવસે રાજ્યમાં કેવો માહોલ રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તે અંગ આગાહી કરી છે. 16 અને 17 ઓગસ્ટે રાજ્યનાં કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યાતા છે.આગામી કેટલાક દિવસ પછી 20થી 25 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના. તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં ભારે વરસાદની વકી છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં પણ મધ્યમ વરસાદની સંભાવના. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને ધોળકા ધંધુકા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ અને હળવા વરસાદી ઝાપટાની આગાહી છે.
પરેશ ગોસ્વામીએ કરી વરસાદને લઈને આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાતની આગાહી અનુસાર રક્ષાબંધન બાદ ગુજરાતમાં સારા વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. ઓગસ્ટના છેલ્લા 10 દિવસ ગુજરાત માટે ખૂબ ભારે થઈ શકે છે. 20 થી 22 ઓગસ્ટ વચ્ચે અરબી સમુદ્રમાં વરસાદી સક્રિય થાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતમાં મેઘમહેર વરસાવશે તેવી સંભાવના છે. આગામી 22 થી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટના અંતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.