રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આજે બોડેલીથી નસવાડી અને કેવડીયા જશે,નેત્રંગમાં AAP-કોંગ્રેસની સંયુક્ત સભા થશે, જુઓ Video

રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે ત્રીજા દિવસ છે. છોટાઉદેપુરના બોડેલીથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. અલીપુરા-બોડેલી સર્કલથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર જોડાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2024 | 10:15 AM

રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે ત્રીજા દિવસ છે. છોટાઉદેપુરના બોડેલીથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. અલીપુરા-બોડેલી સર્કલથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર જોડાયા છે.

બોડેલીથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રારંભ

રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના અલગ અલગ સ્થળેથી પસાર થઇ રહી છે. નસવાડી અને કેવડીયામાં રાહુલની ન્યાય યાત્રાનું સ્વાગત થશે. રાજપીપળામાં સંતોષ ચોકડીથી કાલાઘોડા સુધી રાહુલનો રોડ-શો કરશે. ઝંખવાવ, માંગરોળથી માલદા ફાંટા સુધી ન્યાય યાત્રા ચાલશે.

રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા AAPના કાર્યકરો

બીજી તરફ ભરૂચ લોકસભાના નેત્રંગમાં AAP-કોંગ્રેસની સંયુક્ત સભા યોજાવાની છે. રાહુલ ગાંધી ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા સાથે સ્ટેજ પર જોવા મળશે.લોકસભા ચૂંટણી પહેલા આ AAP-કોંગ્રેસની સંયુક્ત સભા મહત્વની બની રહેશે.

રુપિયાવાળાના દીકરા પેપર લીક કરે છે-ગોધરામાં રાહુલ ગાંધીનું નિવેદન

ગઇકલે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગોધરા ખાતે આવી પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પેપર લીક અંગે મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંઘીએ કહ્યું હતુ કે, મોટા ભાગની પરીક્ષાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને પેપર લીક થઈ રહ્યા છે. આ પેપર રુપિયાવાળાના દીકરાઓ લિક કરી રહ્યા છે.

આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો પેપર લીક કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. ચેકિંગ અને પેપરનું આઉટસોર્સિંગ બંધ કરવામાં આવશે એની ગેરંટી અમે આપીએ છીએ. તો ન્યાય યાત્રા ભાજપના લોકસભા મધ્યસ્થ કાર્યાલય પાસેથી પસાર થતા પીએમ મોદીના અને ભારત માતાકી જયના નારા લાગ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">