દુનિયાભરમાં મંદિરોનું નિર્માણ કરી ભારતીય સંસ્કૃતિ અને સંન્યાસી પરંપરાને પ્રમુખ સ્વામીએ જીવંત રાખી :અમિત શાહ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં યોજાયેલી માનવ ઉત્કર્ષ સંમેલનને અમિત શાહે સંબોધન કરતા કહ્યં કે આ મહોત્સવમાં સર્વત્ર દિવ્યતાની અનુભૂતિ થઇ રહી છે. આ મહોત્સવની મુલાકાત માત્રથી શાંતિની અનુભૂતિ થશે. પ્રમુખસ્વામીના જીવનકાર્યને બિરદાવતા અમિત શાહે કહ્યુ કે, દુનિયાભરમાં મંદિરોનું નિર્માણ કરી ભારતીય સંસ્કૃતિ અને સંન્યાસ પરંપરાને પ્રમુખ સ્વામીએ જીવંત રાખી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 5:46 PM

અમદાવાદના ઓગણજમાં એક મહિના સુધી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ચાલશે. જેમાં VVIP મહેમાનોના આગમનની શરૂઆત થઈ છે.. ગતરોજ પીએમ મોદીના હસ્તે મહોત્સવના શુભારંભ બાદ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ મહોત્સવમાં ઉપસ્થિત છે.. સંતોએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું. તેમણે સંતો સાથે ઈ કારમાં બેસીને નગરને નિહાળ્યું.. સાથે જ ગ્લો ગાર્ડન, બાળનગરી અને અન્ય પ્રદર્શની નિહાળી હતી..

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં યોજાયેલી માનવ ઉત્કર્ષ સંમેલનને અમિત શાહે સંબોધન કરતા કહ્યં કે આ મહોત્સવમાં સર્વત્ર દિવ્યતાની અનુભૂતિ થઇ રહી છે. આ મહોત્સવની મુલાકાત માત્રથી શાંતિની અનુભૂતિ થશે. પ્રમુખસ્વામીના જીવનકાર્યને બિરદાવતા અમિત શાહે કહ્યુ કે, દુનિયાભરમાં મંદિરોનું નિર્માણ કરી ભારતીય સંસ્કૃતિ અને સંન્યાસ પરંપરાને પ્રમુખ સ્વામીએ જીવંત રાખી છે.

સન્યાસી પરંપરાને પુનઃ વ્યાખ્યાયિત અને પુનઃ જીવિત કરવામાં પ્રમુખસ્વામીનું મહત્વનું યોગદાન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, ભગવાન સ્વામી નારાયણે આદર્શ જીવનના મૂલ્યો તેમજ જટિલ આધ્યાત્મિક જ્ઞાનને શિક્ષાપત્રીમાં સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરીને વિશ્વને આપવાનું કામ કર્યું અને પ્રમુખસ્વામી મહારાજે આ સંદેશને પોતાના જીવનમાં ઉતારીને કરોડો લોકો સુધી પહોંચાડ્યો.20મી અને 21મી સદીમાં સન્યાસી પરંપરાને પુનઃ વ્યાખ્યાયિત અને પુનઃ જીવિત કરવામાં પ્રમુખસ્વામીનું મહત્વનું યોગદાન છે. આ સંન્યાસી પરંપરાએ દેશને અનેકવિધ સંકટોથી બહાર કાઢી છે.મારાં જીવનના અનેક ઉતાર-ચઢાવમાં પરિવાર કરતાં સૌથી પહેલાં ફોન પ્રમુખસ્વામીનો જ આવ્યો છે. ઘણી બધી ચિંતા, ઉપાધિ, પ્રશ્નો લઈને તેમની પાસે હું જતો અને શાંતિ, ચેતના, ઊર્જા લઈને પાછો જતો.

Follow Us:
સુરેન્દ્રનગરમાં મહારેલી બાદ ટ્રેન રોકો આંદોલન હાથ ધરાયું
સુરેન્દ્રનગરમાં મહારેલી બાદ ટ્રેન રોકો આંદોલન હાથ ધરાયું
મહારાષ્ટ્ર : દિકરાએ પોતાના જ પિતાની કારને મારી ટક્કર
મહારાષ્ટ્ર : દિકરાએ પોતાના જ પિતાની કારને મારી ટક્કર
અમદાવાદમાં 17 દિવસમાં 345 ડેન્ગ્યુના કેસ નોંધાયા
અમદાવાદમાં 17 દિવસમાં 345 ડેન્ગ્યુના કેસ નોંધાયા
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની રાખવી કાળજી
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની રાખવી કાળજી
રાજ્યમાં ફરી મેઘ મહેર શરુ, સૌથી વધુ ચીખલીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં ફરી મેઘ મહેર શરુ, સૌથી વધુ ચીખલીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
બી.જે. મેડિકલ કોલેજમાં સતત પાંચમા દિવસે જુનિયર ડૉક્ટર્સની હડતાળ યથાવત્
બી.જે. મેડિકલ કોલેજમાં સતત પાંચમા દિવસે જુનિયર ડૉક્ટર્સની હડતાળ યથાવત્
ગિફ્ટ સિટીમાં રોડ બ્લોક કરી રેસ લગાવતા નબીરાઓનો Video થયો વાયરલ
ગિફ્ટ સિટીમાં રોડ બ્લોક કરી રેસ લગાવતા નબીરાઓનો Video થયો વાયરલ
બી.જે મેડિકલ કોલેજમા મહિલા ડૉક્ટર્સને સ્વરક્ષા માટે અપાઈ કરાટેની તાલીમ
બી.જે મેડિકલ કોલેજમા મહિલા ડૉક્ટર્સને સ્વરક્ષા માટે અપાઈ કરાટેની તાલીમ
ભરુચમાં ખાબક્યો ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ભરુચમાં ખાબક્યો ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
g clip-path="url(#clip0_868_265)">