AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ભરત ઉર્ફે બોબી પટેલને સિનિયર પોલીસ અધિકારીઓનું જ રક્ષણ હતુ?

ગુજરાતમાં કબૂતરબાજીના સૂત્રધાર ભરત ઉર્ફે બોબી પટેલની સ્ટેટ મોનિટરીંગ સેલે ધરપકડ કર્યા બાદ એક નવો ઘટસ્ફોટ થયો છે. ડિંગુચાના પરિવારના અમેરિકાની બોર્ડર પર મોત અને ન્યૂયોર્ક પોલીસે પકડેલા બોગસ આઈ.ઈ.એલ.ટી.એસ પરીક્ષા કૌભાંડનો રેલો ગુજરાત સુધી આવ્યો હતો. જેમાં ભરત ઉર્ફે બોબી પટેલ સહિત ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટો પર ગુજરાત પોલીસે સર્વેલન્સ વધાર્યુ હતુ

Ahmedabad : ભરત ઉર્ફે બોબી પટેલને સિનિયર પોલીસ અધિકારીઓનું જ રક્ષણ હતુ?
Bharat ( Bobby Patel) (File photo)
Mihir Bhatt
| Edited By: | Updated on: Dec 15, 2022 | 6:59 PM
Share

ગુજરાતમાં કબૂતરબાજીના સૂત્રધાર ભરત ઉર્ફે બોબી પટેલની સ્ટેટ મોનિટરીંગ સેલે ધરપકડ કર્યા બાદ એક નવો ઘટસ્ફોટ થયો છે. ડિંગુચાના પરિવારના અમેરિકાની બોર્ડર પર મોત અને ન્યૂયોર્ક પોલીસે પકડેલા બોગસ આઈ.ઈ.એલ.ટી.એસ પરીક્ષા કૌભાંડનો રેલો ગુજરાત સુધી આવ્યો હતો. જેમાં ભરત ઉર્ફે બોબી પટેલ સહિત ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટો પર ગુજરાત પોલીસે સર્વેલન્સ વધાર્યુ હતુ. ભરત ઉર્ફે બોબી પટેલ ગુજરાતમાં કબૂતરબાજીનો મોટો ખેલાડી હોય પોલીસે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ. પોલીસે પોતાના બાતમીદારો એક્ટિવ કરીને તેની દરેક વિગતો એકઠી કરવા લાગ્યા હતા.

પોલીસ ટીમ એક્શનમાં આવી અને ભરત પટેલ પકડાઈ ગયો

ભરત ઉર્ફે બોબી પટેલને પકડવા અલાયદુ ઓપરેશન એટલા માટે પણ ચલાવાઈ રહ્યુ હતુ કે, ડિંગુચાના ચાર સભ્યોના પરિવારના અમેરિકાની બોર્ડર પર મોતના કેસમાં પણ તેનું નામ ચર્ચામાં આવ્યું હતુ. સૂત્રોનું કહેવું છે કે, ભરત ઉર્ફે બોબી પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, મહેસાણા જિલ્લા પોલીસ, એ.ટી.એસ, એસ.ઓ.જી અને સ્ટેટ મોનિટરીંગ સેલ સહિતની એજન્સીઓ શોધી રહી હતી. દરમિયાન એસ.એમ.સી.ના અધિકારીઓને બાતમી મળી હતી કે, ભરત ઉર્ફે બોબી પટેલ તેના ભાડજ નજીક સુપર સીટી સ્થિત ઘર પર આવ્યો છે. બાતમી મળતા જ પોલીસ ટીમ એક્શનમાં આવી અને ભરત પટેલ પકડાઈ ગયો.

SMC (સ્ટેટ મોનિટરીંગ સેલ)ની ટીમે પહેલાં દરિયાપુરના જીમખાનાનાં કેસમાં તેની ધરપકડ કરી. જુગારધારાની કલમ હેઠળ ભરત ઉર્ફે બોબીને જામીન મળી જતા અંતે તેની કબૂતર બાજીના કેસમાં ધરપકડ કરવામાં આવી.

બોબીની કબૂતર બાજીના કેસમાં ધરપકડ કરાઈ

આંચકારૂપ બાબત એ હતી કે, કબૂતર બાજીના આ જે બીજા કેસમાં બોબી પટેલની ધરપકડ કરાઈ છે તે કેસ અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો હતો. જો કે રાજ્ય પોલીસ વડાએ બોબી પટેલને જુગારકાંડમાં જામીન મળતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચમાં સોંપવાની જગ્યાએ સ્ટેટ મોનિટરીંગ સેલ (એસ.એમ.સી)ને જ આગળની તપાસ કરવા હુકમ કર્યો. ક્રાઇમ બ્રાન્ચના ગુનાની તપાસ પણ એસ.એમ.સી.ને સોંપાતા ફરી બોબીની કબૂતર બાજીના કેસમાં ધરપકડ કરાઈ અને આજે એટલે કે, ગુરૂવારે સાંજે તેના રિમાન્ડ મેળવીને તપાસ પણ શરૂ કરવામાં આવશે.

ભરત ઉર્ફે બોબી પટેલ જેવા આરોપીઓ સાથેના સંબંધની ચર્ચા

ક્રાઈમ બ્રાન્ચ પાસેથી તપાસ આંચકી લઈને SMCને સોંપવાના રાજ્ય પોલીસ વડાંના નિર્ણયથી અનેક અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન એક ચર્ચાએ જોર પકડ્યું હતુ કે, ભરત ઉર્ફે બોબી પટેલ જ્યારે વોન્ટેડ હતો ત્યારે તે એક આઈ.પી.એસ અને રાજ્યની એક પોલીસ એજન્સીના પી.આઈના સંપર્કમાં હતો. આ અધિકારીઓ તેને કેમ નહોતા પકડતા તેને લઈને પણ અનેક સવાલ છે. આમ, પોલીસ અધિકારીઓના ભરત ઉર્ફે બોબી પટેલ જેવા આરોપીઓ સાથેના સંબંધની ચર્ચા થતા તપાસ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી લઈને ડીજીએ પોતાના સીધા તાબામાં આવતા સ્કવોડ SMC માં ટ્રાન્સફર કરી દીધી. જેથી ભવિષ્યમાં તપાસને લઈને કોઈ નિર્દોષ અધિકારી કે એજન્સી વગોવાય નહીં.

બીજી તરફ સ્ટેટ મોનિટરીંગ સેલના એસ.પી. નિર્લિપ્ત રાયને પોલીસની સંડોવણી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેમના ધ્યાને આવી કોઈ સંડોવણી આવી નહીં હોવાનું કહ્યું હતુ. સાથે ઉમેર્યુ હતુ કે, આરોપી તેમની પાસે જ છે, તપાસ દરમિયાન જો કોઈએ ખોટી રીતે તેને બચાવ્યો હશે કે મદદ કરી હશે તો ચોક્કસ તેમના વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

બોબી એક વર્ષમાં 100 કરોડથી વધુનું ટ્રાન્જેક્શન કરતો

સ્ટેટ મોનિટરીંગ સેલના સૂત્રોનું કહેવું છે કે, બોબીની ઓફિસો પરથી 94 પાસપોર્ટ કબ્જે કરાયા છે. આ તમામને યુરોપના વિઝીટર વિઝા અપાવી પહેલાં ત્યાં મોકલતો હતો. ત્યાંથી મેક્સિકો વિઝા ઓન અરાઈવલ હોય તેમને ત્યાં મોકલતો હત. જ્યાંથી મેક્સિકો અને અમેરિકાના એજન્ટો ગેરકાયદે તેમને અમેરિકામાં ઘુસાડતા હતા. આ રીતે અમેરીકા મોકલવા માટે એક વ્યક્તિ દિઠ 85 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા. પોલીસનું માનવું છે કે, હાલ 100 કરોડથી વધુના વ્યવહાર અને વેપાર હોવાની શક્યતા છે. જો કે, તપાસમાં આનાથી પણ અનેકગણા મોટા હિસાબો મળે તો નવાઈ નહીં.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">