20.8.2024

જન્માષ્ટમી પર પ્રસાદ લાવવાનું ભુલી ગયા છો ? 5 મિનીટ તૈયાર થઈ જશે પંજરીનો પ્રસાદ 

Image -Freepik

પંજરીના પ્રસાદને બનાવવામાં માત્ર 5 મિનીટ થાય છે.

સૌથી પહેલા એક પેનમાં ઘી મુકીને ધાણાને શેકી લો. ત્યારબાદ પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો.

હવે ફરી એક પેનમાં ઘી મુકો. તેમાં કોપરાની છીણ, ઈલાયચીનો પાવડર , વરિયાળી સહિતની સામગ્રીને શેકી લો. આ તમામને ઠંડુ થવા દો.

ત્યારબાદ આખા ધાણાને મિક્સરમાં ક્રશ કરી લો. તેમજ કોપરાના છીણ સહિતની શેકેલી વસ્તુઓને પણ મિક્સરમાં વાટીને પાવડર બનાવો.

પંજરી બનાવવા એક મોટું વાસણ લો. તેમાં ધાણાનો પાવડર, અને  કોપરાના છીણ સહિતની શેકેલી વસ્તુનો પાવડર મિક્સ કરો.

આ મિશ્રણમાં હવે બુરુ ખાંડ અથવા તો ખાંડને પીસીને ઉમેરીને બરાબર મિક્સ કરો.

પંજરીના પ્રસાદમાં તેમે ડ્રાયફ્રુટ અથવા માવાને પણ ઉમેરી શકો છો.

પંજરીનો  પ્રસાદ તમે ભગવાનને ધરાવી શકો છો.